<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

શાકભાજીના ભાવો ફરી આસમાને

વરસાદ બાદ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્‍યા છે. મધ્‍યમ વર્ગ ભારે મુશ્‍કેલીમાં મુકાતો જાય છે. મોટાભાગના શાકભાજીના ભાવ ૧૦૦ થી ૧૫૦ રૂા. વચ્‍ચે જોવા મળે છે. વરસાદને કારણે અને પૂરને લીધે શાકભાજીને મોટુ અતિ ભારે નુકશાન થયુ છે. હાલમાં શાકભાજીના ભાવ નીચે મુજબ રહ્યા છે. ભીંડા રૂા. ૧૪૦, ટીંટોડા રૂા. ૧૪૦, કારેલો, ૧ કિલો દૂધીના રૂા. ૮૦, કારેલા રૂા. ૮૦, ગલકા રૂા. ૮૦, તુરીયા રૂા. ૧૦૦, રીંગણા રૂા.૧૦૦, વાલોર રૂા.૧૦૦, ચોળીના ભાવ ડબલ થઈ ગયા. ભીંડાના ભાવમાં ૧૦૦ ટકા જેટલો વધારો નોંધાયો. જો કે કેટલાક સ્‍થળે શાકભાજી ખરાબ થઈ જતા ભાવો ગગડયા પણ છે.

(4:12 PM IST)