<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

મુસાફરને રિક્ષામાં બેસાડી રોકડ સેરવી લેનાર સુનિલ પકડાયોઃ સંજયની શોધખોળ

ગાંધીગ્રામ પીઆઇ બી. ટી. અકબરી, પીએસઆઇ ગોહિલની ટીમની કામગીરીઃ ૬૦ હજારનો મુદ્દામાલ કબ્‍જે મસરીભાઇ ભેટારીયા, રોહિતભાઇ કછોટ અને પ્રદિપભાઇ ડાંગરની બાતમી


 

રાજકોટ તા. ૨: શહેરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી નજર ચુકવી અથવા તો ધક્કામુક્કી કરી રોકડ, મોબાઇલ, દાગીના ચોરી લેવાની ઘટનાઓ અવાર-નવાર બને છે. તાજેતરમાં જામનગર રોડ બજરંગવાડી પાસેથી એક મુસાફર રિક્ષામાં બેઠા ત્‍યારે રિક્ષાચાલક અને અગાઉથી રિક્ષામાં બેઠેલા શખ્‍સે મળી આ મુસાફરની નજર ચુકવી ૧૦ હજારની રોકડ સાથેનું પર્સ ચોરી લીધુ હતું અને તેને આગળ ઉતારી મુક્‍યા હતાં. આ ચોરીનો ભેદ ગાંધીગ્રામ પોલીસે ઉકેલી ખોખડદળ નદી પાસે વેલનાથપરા-૨માં રહેતાં મુળ સાવરકુંડલાના સુનિલ રામજીભાઇ ધોળકીયા (ઉ.વ.૨૦)ને પકડી ૧૦ હજાર રોકડા અને રિક્ષા જીજે૧૪વાય-૨૩૬૮ રૂા. ૫૦ હજારની કબ્‍જે લીધી છે.

જ્‍યારે તેના સાગ્રીત તરીકે સંજય વાજા (રહે. આજીડેમ ચોકડી માંડા ડુંગર પાસે)નું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. હેડકોન્‍સ. મસરીભાઇ ભેટારીયા, રોહીતભાઇ કછોટ, કોન્‍સ. પ્રદિપભાઇ ડાંગરની બાતમી પરથી સુનિલને ૧૫૦ રીંગ રોડ અયોધ્‍યા ચોક નજીકથી રિક્ષા સાથે પકડી લેવાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની સુચના અનુસાર પીઆઇ બી. ટી. અકબરી, પીએસઆઇ એસ. એલ. ગોહિલ, હેડકોન્‍સ. મસરીભાઇ ભેટારીયા, ભગીરથસિંહ જાડેજા, રોહિતભાઇ કછોટ, કોન્‍સ. અમીનભાઇ ભલુર, રોહિતદાન ગઢવી, મુકેશભાઇ સબાડ, પ્રદિપભાઇ ડાંગર, રઘુવીરસિંહ જાડેજા, અશોકભાઇ હુંબલ, પ્રશાંતભાઇ ગજેરાએ આ કામગીરી કરી હતી.

(4:13 PM IST)