તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 2nd September 2024
મનપાના ઢોર ડબ્બા સંચાલક દ્વારા પશુતાઃ દરરોજ ર૦ જેટલી ગાયોના મોત
રાજકોટ શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા આક્ષેપઃ ફરિયાદની તજવીજ ઢોર ડબ્બામાં નિણ-પાણી-વેટરનરી ડોકટર નથીઃ રણજીત મુંધવા

રાજકોટ તા. ર :.. શહેરના મહાનગરપાલિકાના આજી ડેમ નજીક ઢોર ડબ્બામાં રોજ ૩૦ થી ૪૦ ગાયના મોત થઇ રહ્યા છે. મનપા દ્વારા ઢોર ડબાનું સંચાલન જીવદયા ઘરના રાજેન્દ્ર શાહ અને યસ શાહને સોંપવામાં આવ્યું છે. ત્યારે ઢોર ડબ્બાની અંદર ઘાસચારો અને વેટરનરી ડોકટરના અભાવે રોજબરોજ ગાયોના મોત થતા હોય તેની સામે આજરોજ થોરાળા પોલીસ સ્ટેશનમાં રાજકોટ શહેર કોંગ્રેસ સેવા દળના રણજીત મુંધવા દ્વારા ફરીયાદ દાખલ કરવા માટે પીઆઇ શ્રીને રૂબરૂ મળી રજૂઆત કરાઇ હતી.
હાર્દિક રાજપૂત મહેશભાઇ બાંભવા અજયભાઇ મુંધવા રાજુ જોગરાણા થોરાળા પોલીસ સ્ટેશન નિવેદન નોંધાવા પહોંચ્યા છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ થોરાળા વિસ્તારમાં ભાવનગર રોડ પરના ઢોર ડબ્બાના સંચાલક જીવદયાના નામે જીવ હત્યા કરી રહ્યા છે. ત્યારે આ અંગે ફરીયાદ નોંધવા અને ગુનેગારને સજા આપવા જણાવાયું છે.
જીવદયા ટ્રસ્ટના રાજેન્દ્રકુમાર શાહ અને એમના પુત્ર યસ શાહ ત્થા ૧૦૦૦ થી પણ વધારે ગાય ને ખાવા માટે નિયણ કે પાણી આપવામાં નથી આવતા સાથે જ કોઇ ડોકટર ન હોવાનો આક્ષેપ પણ રજૂઆતમાં કરવામાં આવ્યો છે.
ઘાસચારાના અભાવે રોજ ૩૦ થી ૩પ ગાયના મોત થાય છે. ત્યારે એનીમલ હેલ્થ એકટ મુજબ ગુનો દાખલ કરવા પણ રજૂઆતમાં જણાવાયું છે.
આ અંગે ‘‘ અકિલા'' સાથેની વાતચિતમાં માલધારી આગેવાન રણજીત મુંધવાએ જણાવેલ કે, આજે અમે થોરાળા પોલીસ સ્ટેશન ખાતે નિવેદન નોંધાવવા ગયા હતા. જેમાં હાર્દિક રાજપુત, મહેશભાઇ બાંભવા, અજયભાઇ મુંધવા, રાજુ જોગરાણા પણ જોડાયા હતા.
(4:14 PM IST)










