<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

સસ્પેન્ડેડ મહિલા કોર્પોરેટરને સદસ્યતાની જવાબદારી સોંપાતા ભારે વિવાદ

અખબારી અને ઇલેકટ્રોનીક મીડીયાના અહેવાલ બાદ મુદ્દો ગરમાયો : ભાજપ પ્રમુખનો લુલો બચાવ

રાજકોટ, તા. ર :  શહેર ભાજપ (રાજકોટ બીજેપી) ફરી વિવાદમાં ધકેલાયું છે. કેમકે આવાસ કૌભાંડમાં સસ્પેન્ડેડ બે મહિલા કોર્પોરેટરને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપાતાનો અહેવાલ. અખબાર અને ઇલકેટ્રોનિક મીડિયામાં પ્રસિધ્ધ થતા શહેર ભાજપમાં વિવાદનો મધપુંડો છેડાયો છે.

આ અંગે મીડીયા અને અખબારમાં પ્રસિધ્ધ થયેેલ અહેવાલ મુજબ આવાસ કૌભાંડમાં ભાજપમાંથી બે મહિલા કોર્પોરેટર વોર્ડ નંબર ૫ નાં વજીબેન કવાભાઈ ગોલતર અને વોર્ડ નંબર ૬ નાં કોર્પોરેટર દેવુબેન મનસુખભાઈ જાદવને સસ્પેન્ડ કરાયાં હતાં. કૌભાંડમાં નામ ખુલતા આ બંને મહિલા કોર્પોરેટને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરાયાં હતાં. જો કે, હવે ભાજપ દ્વારા સમગ્ર રાજયમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો છે. ત્યારે રાજકોટ શહેરનાં પણ સદસ્યતા અભિયાનમાં   સસ્પેન્ડેડ બંને મહિલા કોર્પોરેટરોને  જવાબદારી સોંપાતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, શું કોર્પોરેટરનું સસ્પેન્શન માત્ર પ્રકરણ દબાવવા માટેનું એક નાટક હતું ? સસ્પેન્ડ કર્યા બાદ રાજકોટ મનપા  દ્વારા પણ કોર્પોરેટર્સ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી

મહિલા કોર્પોરેટરોને કયાંય જવાબદારી સોંપી નથીઃ મુકેશ દોશી

  જાણી-અજાણી ભુલ થયાનું સ્વીકારતા શહેર ભાજપ પ્રમુખ

રાજકોટ :  શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ તેમણે સસ્પેન્ડેડ કોર્પોરેટરને સોંપેલી જવાબદારી મામલે  આ ભુલ જાણી-અજાણી ભુલ હોવાનું સ્વિકયું હતું.  પક્ષ મોટોે છે. સસ્પેન્ડેડ કોર્પોરેટરને  કયાંય કાર્યક્રમોમાં આમંત્રિત કરાતા નથી. તેમણે કહ્યું કે, સસ્પેન્ડેડ કોર્પોરેટર વિરૃદ્ધ જે તપાસ ચાલુ છે ભાજપ દ્વારા આજથી સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ૨૮ રાજ્યમાં ૧૦ કરોડથી વધુ સદસ્ય બનાવવાનો લક્ષ્યાંક છે. ગત વખતે ૧.૧૯ કરોડ લોકોએ સદસ્યતા મેળવી હતી. ચાલુ વર્ષે ૨ કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

મહિલા કોર્પોરેટરને સસ્પેન્ડનું ભાજપનું માત્ર ડીંડક : મહેશ રાજપૂત

રાજકોટઃ આ અંગે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે જણાવ્યું હતુ કે  આના પરથી સાબિત થાય છે કે લોકોને દેખાડવા માટે પાર્ટીમાંથી લોકોને સસ્પેન્ડ કરાય છે. આ મહિલા કોર્પોરેટર સસ્પેન્ડ કર્યા જ નથી,  બંને મહિલા કોર્પોરેટર લોકસભા ચૂંટણીના પ્રચારમાં પણ ખુલ્લેઆમ જોવા મનપાનો આક્ષેપ કર્યો છે.

બંને સામે ચાલી આવાસ કૌભાંડની  તપાસમાં પણ હજી સુધી કંઈ થયું નથી. કેમ કોર્પોરેટર તરીકે ડિસ્કવોલિફાઈ ન કરાયાં ? કેમ માત્ર પક્ષમાંથી જ સસ્પેન્ડ કરાયાં ? અનેક સવાલો કરવામાં આવ્યા હતા.

 

(5:03 PM IST)