News of Tuesday, 3rd September 2024
રાજકોટના ન્યારી-૧ નો ૧ દરવાજો ફરી ખોલાયો
ડોંડી ડેમના-ર દરવાજા ખોલાયાઃ ૧૭ ગામોના લોકોને ચેતવણી

રાજકોટ, તા. ૩ : રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પાસે આવેલ ન્યારી-૧ જળાશયનો ૧ દરવાજો ૦.૩ મીટર અને ડોંડી જળાશયના ૨ દરવાજા ૦.૩ મીટર ખોલવામાં આવેલ છે. આથી ન્યારી-૧ના હેઠવાસમાં આવેલ ઈશ્વરીયા વોટર સપ્લાય, હરિપર પાળ, વડવાળી વાજડી, ખંભાળા, ન્યારા, પડધરી, રામપુર, રંગપુર, તરધડી, ગઢીવાળી વજેલી, વેજાગામ, વેજાગામ-વાજડી, વાજડી- વિરડાવાળી તેમજ ડોંડી ડેમની હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના હિદડ, પાંભર ઈટાળા, નાના ઇટાળા, લક્ષ્મી ઇટાળા વગેરે ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા મામલતદારશ્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની યાદીમાં જણાવાયું છે.
(2:27 PM IST)










