<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

અટીકામાં સ્‍ક્રેપના ડેલામાં ખુરશીમાં બેઠેલા ૧૯ વર્ષના નાઝીમનું હૃદય બેસી જતાં મોત

જંગલેશ્વરમાં રહેતાં મુળ ઉત્તર પ્રદેશના પરિવારે યુવાન દિકરાને ગુમાવતાં માતમ

રાજકોટ તા. ૩: હૃદય રોગના હુમલાથી મૃત્‍યુની ઘટનાઓ સતત બની રહી છે. યુવાનોના પણ ઓચીંતા હાર્ટએટેક આવી જતાં શ્વાસ થંભી જાય છે. વધુ એક બનાવમાં ઓગણીસ વર્ષનો યુવાન ખુરશીમાં બેઠો બેઠો ઢળી પડતાં મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ જંગલેશ્વર ગોકુલનગર-૩માં રહેતો નાઝીમ સમસુદ્દીનભાઇ અંસારી (ઉ.વ.૧૯) સવારે દસેક વાગ્‍યે અટીકા ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં પોતાના પિતાના સમ્‍સ સ્‍ટીલ કોર્પોરેશન નામના સ્‍ક્રેપના ડેલા ખાતે ખુરશીમાં બેઠો હતો ત્‍યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, બળુભા, ધર્મેન્‍દ્રભાઇ, કાનાભાઇએ ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર નાઝીમ બે ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતો. તેણે ધોરણ બાર સુધી અભ્‍યાસ કર્યો હતો. યુવાન દિકરાના અણધાર્યા મૃત્‍યુથી મુળ ઉત્તર પ્રદેશના પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.

ઉકરડા ગામના રમેશભાઇ સાકરીયાનું હાર્ટએટેકથી મોત

જ્‍યારે અન્‍ય બનાવમાં પડધરીના ઉકરડા ગામે રહેતાં રમેશભાઇ માવજીભાઇ સાકરીયા (ઉ.વ.૪૬) રાતે બે વાગ્‍યે ઘરે બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. તેઓ બે બહેનના એકના એક ભાઇ હતાં અને અપરિણીત હતાં. કારખાનામાં કામ કરી ગુજરાન ચલાવતાં હતાં.

(2:54 PM IST)