<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

૩૫ કિમીના રસ્‍તાઓના ધોવાયાઃ ૭૦૦ થી વધુ ખાડાઓઃ સરકારને રિપોર્ટ

માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકો સ્‍પીડબ્રેકર પરથી પસાર થતા હોય તેવો અનુભવ કરે છે : નુકસાનીનો ખર્ચનો આંક બે-ત્રણ દિવસ બાદ જાહેર થશેઃ તાત્‍કાલીક પેચ વર્ક કામ શરૂ થશેઃ મ્‍યુનિ. કમિશનર દેવાંગ દેસાઈની ખાત્રી

રાજકોટ, તા., ૩: શહેરમાં ગત સપ્તાહ ૪ દિવસ પડેલા  ૩૧ ઇંચથી વધુ વરસાદે ટાઢક તો કરાવી દીધી છે, પરંતુ રસ્‍તા, ભૂગર્ભ લાઇનો, સાધનોને ભારે નુકસાની થઇ છે. હવે આ સંજોગોમાં  ઉઘાડ નીકળ્‍યા બાદ મનપા તંત્ર દ્વારા  રોડને થયેલા નુકસાનનો  સર્વે  થતા શહેરના ૩૫ કિલોમીટરના રસ્‍તાઓ ખરાબ તથા અનેક વિસ્‍તારોમાં ૭૦૦ થી વધુ ખાડાઓ થયાનું અને આ આ રિપોર્ટનો અહેવાલ સરકારમાં મોકલ્‍યો હોવાનું મ્‍યુનિ. કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્‍યું હતું.

મહાનગરના તમામ વોર્ડના અનેક રસ્‍તાઓ ક્ષતિગ્રસ્‍ત થયા છે. માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકો સ્‍પીડબ્રેકર પરથી પસાર થતા હોય તેવો અનુભવ કરે છે. આ સ્‍થિતિમાં જયાં વધુ પાણી ભરાયા તે માધાપર, કોઠારીયા ચોકડી સહિતના રસ્‍તે વધુ નુકસાન થયાનો અંદાજ હોવાનું પણ તેમણે જણાવ્‍યું હતું.

શહેરમાં સતત પડેલા ભારે વરસાદના પગલે રોડ રસ્‍તાઓનો કચ્‍ચરઘાણ બોલી ગયો છે. મુખ્‍ય માર્ગો ઉપર ડામર રોડ ધોવાઈ જતાં મોટા ગાબજડાઓ પડવાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્‍યા છે. તેવી જ રીતે સોસાયટીઓમાં રસ્‍તાઓ તુટી જતાં અમુક લોકોને ઘર સુધી પહોંચવું મુશ્‍કેલ બન્‍યું છે. વરાપ નિકળતા જ મનપાએ તમામ વોર્ડમાં ખાડાઓ અને તુટેલા રસ્‍તાઓનો સર્વે કર્યો હતો. જેનો રિપોર્ટ ગઈકાલે રજૂ થતાં જાણવા મળેલ કે, મુખ્‍ય માર્ગો ઉપર ૯૦૦થી વધુ ખાડાઓ પડ્‍યા હોવાનું જાણવા મળ્‍યું છે. જેની સામે ૩૫ કિ.મી.ના રસ્‍તાઓ તુટી ગયા હોવાનું પણ જણાવ્‍યું છે. છતાં સર્વેમાં ભુલચુક થઈ હોય તેમ માત્ર ૯૦૦ ખાડા બતાવવામાં આવેલ હોય એક્‍શન પ્‍લાન્‍ટની ગ્રાન્‍ટમાંથી તમામ કામ પુરા થશે કે કેમ તેવું ચર્ચાઈ રહ્યું છે.

સતત પાંચ દિવસ સુધી ૩૧ ઈંચ જેટલો ભારે વરસાદ વરસી જતાં રકાબી  આકારના રાજકોટ શહેર પાણીથી જળ બંબાકાર બની ગયું હતું. શહેરના તમામ મુખ્‍ય માર્ગો ઉપર વોકળા વહેતા જોવા મળ્‍યા હતા. જ્‍યારે નિચાણ વાળા વિસ્‍તારો અને સોસાયટીઓની સ્‍થિતિ જળ બંબાકાર થઈ ગયેલ વરસાદ બંધ થયા બાદ વરાપ નિકળતા શહેરભરમાં રસ્‍તાઓ ધોવાઈ ગયેલા અને ખાડાઓ થી ગયાની બુમારણ ઉઠી હતી. નિયમ મુજબ તંત્ર દ્વારા પણ તુરંત ૧૮ વોર્ડમાં ઈજનેરો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ મુખ્‍ય માર્ગ ઉપરના જ ખાડાઓ ગણવામાં આવ્‍યા હોય તેમ ૧૮ વોર્ડ વચ્‍ચે ૯૦૦ ખાડા થયાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્‍યાું છે. જેની સામે મુખ્‍ય માર્ગો તુટી ગયા હોય તેનો સર્વે કરાયેલ જેમાં ૩૫ કિ.મી.ના રસ્‍તાઓ ધોવાઈ ગયાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્‍યું છે.

શહેરમાં તુટી ગયેલા રસ્‍તાઓ અને ધોવાઈ ગયેલા રોડનું મરમતનું કામ હાલ ચાલુ કરવામાં આવ્‍યું છે. બાંધકામ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ હાલ વરસાદી માહોલ હોવાના કારણે ડામર પેચવર્ક કામ થઈ શકે તેમ ન હોય ફક્‍ત મોરમ અને બ્‍લોક નાખી ખાડાઓ પુરવામાં આવી રહ્યા છે. પરંતુ સર્વેના આધારે ખર્ચ નક્કી કર્યા બાદ સરકારમાંથી એક્‍શન પ્‍લાન્‍ટની ગ્રાન્‍ટ મંજુર થશે ત્‍યારે સંભવત નવરાત્રી દરમિયાન નવા ડામર રોડ સહિતનું કામ શરૂ કરવામાં આવશે. તંત્ર દ્વારા હાલ મુખ્‍ય માગો ઉપર થયેલા ખાડાઓની ગણતરી કરવામાં આવી છે. જેના લીધે માત્ર ૯૦૦ ખાડા થયાનું જાણવા મળેલ છે. જેની સામે ૩૫ કિ.મીના રસ્‍તાઓ તુટી ગયાનું જણાવવામાં આવ્‍યું છે. આથી પેચવર્ક કામ માટે મોરમ તેમજ બ્‍લોક નાખવાની કામગીરી કામચલાઉ કરવામાં આવે છે. ત્‍યાર બાદ એક્‍શન પ્‍લાન્‍ટ અંતર્ગત ડામર રોડનું કામ શરૂ થાય ત્‍યારે ૩૫ કિ.મી.ના રસ્‍તાઓ અને નવા રોડ ઉપર પડેલા ૯૦૦થી વધુ ખાડાઓ પુરવા માટે પણ નવેસરથી રોડનું કામ કરવું પડશે તેવું લાગી રહ્યું છે. છતાં તંત્ર દ્વારા હાલ કામચલાઉ ધોરણે તમામ રસ્‍તાઓના ખાડાઓ પુરી કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્‍યું છે.

(3:10 PM IST)