<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

મનપાની ફૂડ શાખાના મોરબી રોડ-ગંગોત્રી પાર્ક મેઇન રોડ ઉપર દરોડા : ૧૯ ને લાઇસન્‍સ અંગે નોટીસ

પનીર ડેરી કોનટેકસ્‍ટ એનાલોગ, ડ્રાયફૂટ કુકીઝ, ચીલી પાઉડર તથા કાશ્‍મીરી ચીલી પાઉડરના નમૂના લેવાયા

રાજકોટ, તા. ૩ : વરસાદી ઋતુમાં લોકોના સ્‍વાસ્‍થ્‍યને ટનાટન રાખવા મનપાની ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં ચેકીંગ તથા નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે, જે અન્‍વયે આજે મોરબી રોડ તથા ગંગોત્રી પાર્ક મેઇન રોડ વિસ્‍તારમાં ખાણીપીણીના ૩૯ વેપારીઓને ત્‍યાં ચકાસણી કરેલ તથા ૧૯ ને લાઇસન્‍સ અંગે સુચના આપવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્‍તારોમાંથી ખાદ્ય પદાર્થોના ૪ નમૂના લેવાયા હતા.

મનપાની સત્તાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા જ્‍લ્‍ષ્‍ વાન સાથે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન શહેરના મોરબી રોડ તથા ગંગોત્રી પાર્ક મેઇન રોડ વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૩૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૯ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્‍યચીજોના કુલ ૩૪ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

જેમાં અક્ષર વડાપાઉં , બાલાજી પાઉંભાજી,  શ્રીજી ડેરી ફાર્મ, બાલાજી જનરલ સ્‍ટોર, શ્રીજી ફરસાણ, કુબેર નાસ્‍તા ભંડાર, જડેશ્વર જનરલ સ્‍ટોર, પાટીદાર ફરસાણ, બંસી ડ્રાયફ્રૂટ એન્‍ડ મસાલા, ગેલેક્‍સી પાન  એન્‍ડ કોલ્‍ડ્રિંક્‍સ, જય અંબે નાસ્‍તા સેન્‍ટર,શ્રીજી બેકર, શ્રી હરિ પાર્લર, કિસ્‍મત પ્રોવિઝન સ્‍ટોર, જલારામ ફરસાણ,જલિયાણ પાર્લર, શિવ કોલ્‍ડ્રિંક્‍સ, ભગવતી મેડિકલ , બહુચરાજી સુપર માર્કેટને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના -આપવામાં આવેલ.

૪ નમૂના લેવાયા

ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ દર્શાવેલ નીચે મુજબ વિગતે કુલ ૦૪ નમૂના લેવામાં આવેલ DANKEN PANEER DAIRY CONTEXT ANALOGUE (FROM 1 KG PKD) ગુજરાત ફૂડઝ, શાષાીનગર-૬ કોર્નર, હિમ્‍મતનગર મેઇન રોડ, શીતલ પાર્ક ચોકડી, ૧૫૦ ફૂટ રિંગ રોડ,

માર્વેલસ ડ્રાયફ્રૂટ કુકીઝ (૨૦૦ ગ્રામ પેક્‍ડ) માર્વેલસ બેકરી, ૨ રઘુવીર પાર્ક, પાટીદાર ચોક, સાધુ વાસવાણી રોડ,

હાથી ચીલી પાઉડર (ફોર્મ પ કેજી પેકટ) સુધીર એન્‍ડ કંપની, પરબજાર, ગોળપીઠ ચોક તથા સોનેટ કાશ્‍મીરી ચીલી પાઉડર (પ૦૦ ગ્રામ પેક)  શ્રીનાથજી ટ્રેડર્સ, રાજનગર સોસાયટી, નાનમવા રોડ, સૂર્યમુખી હનુમાનજી પાસેથી નમૂના લેવામાં આવ્‍યા હતા.

(3:38 PM IST)