News of Tuesday, 3rd September 2024
વરસાદની સીઝનને કારણે રાજકોટના ૧૮ સબ રજીસ્ટ્રાર ઝોનમાં દસ્તાવેજોમાં મોટુ ગાબડુઃ ભારે મંદી
સૌથી વધુ મોરબી રોડ પર ૧પ૩૩ તો સૌથી ઓછા વિંછીયા ઝોનમાં માત્ર ૬૯-દસ્તાવેજો... : જૂલાઇ મહિના કરતા ઓગષ્ટમાં રર૦૦થી વધુ દસ્તાવેજો ઓછા થયાઃ સરકારને ગયા મહિને ૮૩ કરોડની આવક...

રાજકોટ તા. ૩: ચોમાસાની ભરપૂર સીઝન ચાલી રહી છે, તેના સંદર્ભે રાજકોટ શહેરના-૮ સહિત જીલ્લાની કુલ ૧૮ સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજોની નોંધણીમાં મોટું ગાબડું ગયા મહિને જોવા મળ્યું હતું, સાતમ-આઠમના તહેવારો-રજા તથા ભારેથી અતિ ભારે વરસાદને કારણે જમીન-મકાન-પ્લોટ-ફલેટ-ખેતીની જમીનની ખરીદી-વેચાણમાં ભારે મંદી જોવા મળી હતી, જૂલાઇ મહિના કરતા ઓગષ્ટ મહિનામાં રર૦૦થી વધુ દસ્તાવેજો ઓછા થયાનું બહાર આવ્યું છે, સરકારને ફી અને ઉપયોગમાં લેવાયેલ સ્ટેમ્પ ડયુટી મળી ઓગષ્ટમાં ૮૩ કરોડ ૩પ લાખની આવક થઇ છે, જૂલાઇમાં ૧૪૯૦૦ આસપાસ દસ્તાવેજો નોંધાયેલા, જયારે ઓગષ્ટમાં ૧ર૬૧૮ દસ્તાવેજો નોંધાયા છે, જેમાં સૌથી વધુ મોરબી રોડ-રાજકોટ-ર માં ૧પ૩૩ તો સૌથી ઓછા વિંછીયા ઝોનમાં માત્ર ૬૯-દસ્તાવેજોની નોંધણી થઇ હતી.
અન્ય ઝોનમાં જોઇએ તો રતનપર-રાજકોટ-૩માં ૯૬૮, જેતપુર-૬૪૧, ઉપલેટા-૩૮પ, ધોરાજી-ર૮ર, જસદણ-૪પપ, ગોંડલ-૧રપ૮, રાજકોટ-૧-૭૮૦, રાજકોટ-૪-રૈયા-૮૯૯, જામકંડોરણા-૮૪, પડધરી-ર૬૦, કોટડાસાંગાણી-૪૬પ, લોધીકા-૯૩૬, રાજકોટ-પ-મવા-૮ર૦, રાજકોટ-૬-મવડી-૧ર૪ર, રાજકોટ-૭-કોઠારીયા-૭૯૯, રાજકોટ-૮ રૂરલ ક્ષેત્રમાં-૭૪ર દસ્તાવેજોની નોંધણી થયાનું બહાર આવ્યું છે.
(3:38 PM IST)










