News of Tuesday, 3rd September 2024
RTOનો ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકના કેમેરા તૂટી જતા-વાયરો ખેંચાઇ જતા ટ્રેક બંધઃ ૪ હજાર અરજીઓ પેન્ડીંગ
કાલે પણ બંધ રહેશેઃ રાજકોટ દ્વારા હાલ ડ્રાઇવીંગ ટેસ્ટ માટે ૧પ દિવસ બાદની મુદત અપાઇ રહી છે

રાજકોટ તા. ૩: શહેરની RTO કચેરીમાં લોકો જ્યાં પોતાનું પાકું લાયસન્સ કઢાવવા માટે ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે જાય છે તે ટ્રેક ઉપર જ વળક્ષો પડી જતાં RFID (રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટીફીકેશન) કેમેરાને નુકસાન પહોંચ્યું હતું. સાથે જ પવનના કારણે કેમેરાના વાયર પણ ખેંચાઈ ચૂકયા હતા. જેને રિપેરિંગ કરવા માટે સમય લાગતા એક અઠવાડિયું ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહ્યો છે. તા.૪ના કાલ સુધી પાકું લાયસન્સ કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકાય તેમ નથી. જેને કારણે ૪,૦૦૦ જેટલા લોકોને પાકું લાયસન્સ કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની અરજી પેન્ડિંગ ઞ્ .
આવતીકાલે પણ ટ્રેક બંધ રહેશે
રાજકોટ RTO અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતુ કે, રાજકોટ જિલ્લાની મોટરીંગ પબ્લીકને જણાવવાનું કે આરટીઓ રાજકોટ ખાતે કાર્યરત ઓટોમેટેડ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક તા.૩ના મંગળવાર અને તા. ૪ના બુધવાર એમ બે દિવસ બંધ રહેશે.
હાલ અહીં ધરાશાયી થઈ ગયેલા વળક્ષો ટ્રેક પરથી દૂર કરવામાં આવેલા છે. વળક્ષો પડી જતા કેમેરાના વાયરો ખેંચાઈ ગયા છે, જેને લીધે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થવામાં સમય લાગી રહ્યો છે.
શ્રી કેતન ખપેડે જણાવ્યું હતું કે, ૨૯થી ૩૧મી ઓગસ્ટ અને તા. ૨ સપ્ટેમ્બરના ટુ- વ્હીલર અને ફોર-વ્હીલરના ટેસ્ટની કામગીરી ભારે વરસાદ અને પવનના કારણે બંધ કરવામાં આવેલું છે. ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર થયેલ નુકસાનના લીધે ટેકનિકલ કારણોસર બંધ થયેલ છે. આ સાથે જ હાલ કોઈ વ્યક્તિને પાકું લાયસન્સ કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અપોઈન્ટમેન્ટ લેવી હોય તો ૧૫ દિવસ બાદની મળે છે. જેને લીધે વાહનચાલકો ભારે પરેશાન થઇ ગયા છે.
(3:39 PM IST)










