News of Tuesday, 3rd September 2024
વાલ્મિકી સમાજને નુકસાન કરે તેવા લોકોને છોડવામાં નહિ આવેઃ વાલ્મિકી સંકલન સમિતિ

રાજકોટઃ ગઈકાલે પારસ બેડીયા તથા તેના યુનિયનના માણસો દ્વારા સફાઈ કામદારની ભરતી બાબતે ખોટા નાટક કરી રાજકોટ મહાનગરપાલિકા તથા તંત્રને દબાવવા પ્રયાસો કરેલ છે તેને વાલ્મિકી સંકલન સમિતિ રાજકોટ તથા વાલ્મિકી સમાજના આગેવાનો, પંચ પટેલો તથા યુનિયનના પ્રતિનીધિઓ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. આ પારસ બેડીયા પોસ્કોના તેઓ વધુ માં જણાવ છે કે તેમ વાલ્મિીકી સંકલન સમિતિ - રાજકોટના આગવાનોએ જણાવેલ ે આરોપી હતો તે તથા તેની સાથેના અમુક લોકો ગરીબ બહેનો-ભાઈઓ પાસેથી ૪-૪ હજાર રૂપિયા ભરતીના નામે ઉઘરાવેલ છે અને તમે અમારી રેલી કે મીટીંગમાં નહી આવો તો ભરતીમાં તમારા નામ નહી આવે તેમ કહી તંત્રને દબાવવા ટોળા લઈ જઈ તેનો ઉપયોગ કરે છે અને વાલ્મિકી સમાજને પણ નુકશાન થાય તેવા તેના પ્રયત્નો રહેલ છે જેથી આ પારસ બેડીયા, મોહન ભનુ તથા ગીતા ચૌહાણને સમગ્ર સમાજે નાત બહાર કરેલ હોવાનું જણાવેલ
હાલમાં રાજકોટ મહાનગરપાલીકા દ્વારા સફાઈ કામદારની ભરતીના ફોર્મ બહાર પાડવામાં આવેલ છે અને જે પ્રક્રિયા કરી રહેલ તેનો વાલ્મિકી સંકલન સમિતિનો ટેકો છે. પારસ તથા તેના યુનિયનના સભ્યોએ આ ભરતીના નામે પેલા ૨૪૦-૨૪૦ રૂપિયા તથા ત્યારબાદ ૪-૪ હજાર ઉઘરાવેલ છે. તેવા લોકોનો આ ભરતીમાં સમાવેશ થાય તેમ ન હોઈ અને લોકો પૈસા પરત માંગતા હોય ભરતીનો વિરોધ કરી રહેલ છે વાલિમકી સંકલન સમિતિ તથા સફાઈ કામદારો રાજકોટ મહાનગરપાલીકા ના મેયર નયનાબેન પેઢડીયા, સ્ટે.ચેરમેન જયમીનભાઈ ઠાકર, ડે.મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, કમિશ્નર શ્રી દેસાઈ સાથે હોવાનું અંતમાં જણાવાયુ છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:40 PM IST)










