તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
હિરાસર એરપોર્ટની તૂટી પડેલ દિવાલ તૂટી પડતા રીપેર કરવાને બદલે જાળી મૂકી દેવાઇ
આ પહેલા કેનોપી તૂટી પડી હતીઃ કોન્ટ્રાકટર સાથે હાલ કોઇ પગલા નહિ...!!

રાજકોટ તા. ૪ :.. રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે હીરાસરમાં રૂા. ૨,૬૫૪ કરોડના ખર્ચે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરાયું છે. જોકે, નિર્માણના એક વર્ષમાં જ આ એરપોર્ટના કામમાં ભ્રષ્ટાચારની ચાડી ખાતાં દૃશ્યો સામે આવતા રહે છે. ટર્મિનલ બિલ્ડિંગ પાસે કેનોપી તૂટી પડી હતી. ત્યારબાદ ૨૬ ઓગસ્ટે ૧૫ ફૂટ લાંબી અને ૫૦ ફૂટ જેટલી પહોળી દીવાલ ધરાશાયી થઈ જતાં CISFના જવાનોનો ૨૪ કલાક ચોકી પહેરો રાખવામાં આવ્યો હતો. જોકે, હાલ હવે ત્યાં ટેમ્પરરી જાળી મૂકવામાં આવી છે. જો કે, દીવાલ પડી ત્યારે એરપોર્ટ ડાયરેક્ટરે કહ્યું હતું કે, અઠવાડિયામાં વોલ રિપેર કરી નાખવામાં આવશે. હવે વોલ બનાવવાને બદલે માત્ર જાળી મૂકીને સંતોષ માની લીધો છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર દિગંત બોરાહે જણાવ્યું હતું કે, સુરક્ષા વોલનું એક અઠવાડિયામાં રિપેરિંગ થઇ જશે. જોકે, કેટલું નુકસાન થયું તે અંગે તેમના દ્વારા કોઈ જાણકારી આપવામાં આવી ન હતી. સાથે જ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા અંગે પણ કંઈ જાહેર કરવામાં આવ્યું ન હતું.
(4:26 PM IST)










