News of Tuesday, 3rd September 2024
કોર્પોરેટર નિલેશભાઇ જલુ અને તેમની ટીમ લલુડી હોંકળા વિસ્તારના અસરગ્રસ્તોની વહારે
સાંસદ પરસોતમ રૂપાલા, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ટીલાળા પણ અસરગ્રસ્તોની મુલાકાતે પહોચ્યા

રાજકોટ : શહેરમાં સાતમ આઠમના દિવસોમાં વરસાદી આફત સર્જાતા લલુડી હોંકળા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આવા સમયે વોર્ડ નં. ૧૪ ના કોર્પોરેટર નિલેષભાઇ જલુએ મ્યુ. કમિશ્નર તથા ફાયર ટીમને વાકેફ કરી આ વિસ્તારના લોકોને જરૂરી મદદ કરી હતી. જોખમી સ્થળોએથી સ્થળાંતર કરાવી બાજુમાં લુહારવાડી તેમજ શાળા નં. ૬૨ માં આશરો આપવાની વ્યવસ્થા કરાવી હતી. ૨૬૫ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયુ હતુ. સતત ચાર દિવસ સંપર્ક જાળવી રાખી સ્થાનિક રહેવાસીઓને સવારે નાસ્તો તેમજ બપોરે અને સાંજે ભોજન પહોંચાડવાની પણ વ્યવસ્થા કરી અપાઇ હતી. ટાઢથી રક્ષણ આપવા જરૂરી વષાો અપાયા હતા. દરમિયાન લોકસભાના સાંસદ પરષોતમભાઇ રૂપાલા, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, શહેર પ્રમુખ મુકેશભાઇ દોશી, મેયર નયનાબેન પેઢડીયા તેમજ અન્ય આગેવાનોએ પણ આ વિસ્તારની મુલાકાત લઇ અસરગ્રસ્તોને સધીયારો આપ્યો હતો. આ સેવા કાર્યમાં નિલેશભાઇ જલુની ટીમના વિપુલભાઇ માખેલા, નિલેષભાઇ પાટડીયા, મુનાભાઇ બાલાસરા, નરેન્દ્રભાઇ મકવાણા, બકુલભાઇ ચોટલીયા, મુનાભાઇ બંસીધર, રાજુભાઇ નિમાવત, ગિરીશભાઇ પોપટ, નરેન્દ્રભાઇ કુબાવત, નિર્મળભાઇ લાવડીયા, જયદીપભાઇ દેવડા, સુરેશભાઇ મેતા, શૈલેષભાઇ પાબારી, જયેશભાઇ પાઠક, રઘુભાઇ બોળીયા, સમીરભાઇ પરમાર, ટીનાભાઇ હરીભાઇ ચૌહાણ, ધર્મેશભાઇ ડોડીયા, પ્રજ્ઞેશભાઇ ત્રિવેદી, કનકસિંહ ઝાલા, વિનુભાઇ કુવાડીયા, આશિષભાઇ ટાંક, હિનાબેન પટેલ, ધર્મિષ્ઠાબેન વાઘેલા, વૈશાલીબેન મહેતા, જોશનાબેન હળવદીયા વગેરે આ સેવાયજ્ઞમાં સાથે જોડાયા હતા
(5:01 PM IST)










