News of Tuesday, 3rd September 2024
સરગમ કલબ,ગોંધિયા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ અને સ્વ. સવિતાબેન છગનભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ)ના ઉપક્રમે ૧પમીએ સર્વ રોગ નિદાન કેમ્પ

રાજકોટઃ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિન નિમિતે સરગમ ક્લબ, સ્વ સવિતાબેન છગનભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ) તેમજ અશોક ગોંધિયા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
કેમ્પમાં જનરલ ફિઝીશ્યન, ફેમેલી ફિઝીશ્યન, પ્લાસ્ટિક સર્જન, ઓર્થોપેડિક, આયુર્વેદિક, ન્યૂરો સર્જન, હાર્ટ સ્પેશ્યાલિસ્ટ, કેન્સર નિષ્ણાંત, માનસિક રોગ નિષ્ણાંત,સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળરોગ, હોમિયોપેથિક, દાંત નાં રોગ, સ્કીન સ્પેશિયાલિસ્ટ, પેટ-આંતરડાના નિષ્ણાંત ડોકટરો પોતાની સેવા આપશે. કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ સવારે ૮.૩૦ કલાકે સીધા સ્થળ પર પહોંચી જવું.
આર.બી. કોઠારી, કમાણી ફાઉન્ડેશન, પ્રેમજી વાલજી એન્ડ સન્સ, મહાવીર સેવા ટ્રસ્ટ - બાન લેબ્સ - જે.વી.શેઠીયા ચેરી. ટ્રસ્ટ અને રાજકોટ ઇન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા નિદાન કેમ્પનાં સહયોગથી આ સર્વરોગ નિદાન કેમ્પ યોજેલ છે.
જન્મજાત ખોડ જેવી કે કપાયેલા હોઠ, ક્પાયેલું તાળવું અને તેને લગતા બીજા ૭ પ્રકારના ઓપરેશન વિના મૂલ્યે કરી આપવામાં આવશે. તેમજ દવા એનેસ્થેસિયા પણ વિના મૂલ્યે કરી આપવામાં આવશે.
આવનાર તમામ દર્દીઓને વિના મુલ્યે સવલત આપવામાં આવશે. રાજકોટના ૧૦૧ ડોકટરો ૩૦ રોગોનું નિદાન વિનામૂલ્યે કરી આપશે.
૧૦ દિવસની દવા સોનોગ્રાફી,લેબોરેટરી એકસ-રે, કાર્ડીઓગ્રામ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
આંખના ચશ્મા તેમજ આંખના ઓપરેશન અને નેત્રમણી વિના મુલ્યે થશે. તેમાં સહયોગ, રણછોડરાયજી આશ્રમ ચેરી.ટ્રસ્ટ તરફથી કરી આપવામાં આવશે
સર્વરોગ નિદાન કેમ્પની તારીખ ૧૫ સપ્ટેમ્બર રવિવાર સવારના ૮ કલાકે. સ્થળઃ કોટક સ્કૂલ, મોટી ટાંકી ચોક, રાજકોટ. જે દર્દીઓને આ કેમ્પમાં લાભ લેવો હોઈ તેને સીધા સ્થળ પર પહોચવું.
રાજકોટના નામાંકિત ડોકટરો સેવા આપશે : ફેમીલી ફીઝીશ્યન ડો.નવલભાઈ શિલુ, ડો.જયેશભાઈ રાજ્યગુરુ, ડો.રશ્મીભાઈ ઉપાધ્યાય,ડો. વી.બી. કાસુન્દા પેટ અને આંતરડા નાં નિષ્ણાત - ડો.અંકીતભાઈ માંકડિયા, ડો.ચેતનભાઈ મહેતા, ડો. મુકુન્દભાઈ વીપરીયા, ડો. પારસભાઈ શાહ આંખના સર્જન - ડો ભાર્ગવભાઈ કારિયા, ડો.અલ્પેશભાઈ ખેરડીયા, ડો.રમેશભાઈ સોલંકી, ડો.રેખાબેન ગોસલીયા, હ્રદય અને જનરલ ફીઝીશ્યન - ડો.અમિતભાઈ હપાણી, ડો.પારસભાઈ શાહ, ડો.રાજેશભાઈ તૈલી, ડો.વિરુતભાઈ પટેલ, ડો.જીગ્નેશભાઈ દોશી, ડો. વિરલભાઈ જીવરાજીણી, ડો. કમલભાઈ પરીખ માનસિક રોગ - ડો.ભાવેશભાઈ કોટક, ડો.પરેશભાઈ શાહ, ડો. રાજેષભાઈ રામ, ડો. વિમલભાઈ સોમૈયા ઓર્થોપેડિક સર્જન - ડો. દિપભાઈ રાજાણી, ડો. હિરેનભાઈ કોઠારી, ડો. નિશીથભાઈ સંઘવી, ડો.નીલભાઈ ગોહિલ, ડો. શ્યામભાઈ ગોહિલ, ડો. ડી.કે. શાહ, ડો. રજનીશભાઈ ઝાલાવડીયા,સ્ત્રીરોગ નિષ્ણાંત - ડો.જ્યોતિબેન પરમાર, ડો.જીજ્ઞાબેન ગણાત્રા, ડો. ત્રજુતાબેન ગરાલા, ડો. નીતાબેન ઠક્કર, ડો. દર્શનાબેન પંડ્યા, ડો. મિતલબેન ઝાલાવડીયા, પેથોલોજી - ડો. અતુલભાઈ પંડ્યા, ડો. ઋત્વીબેન તૈલી, કિડની-યુરોલોજીસ્ટ ફીઝીશ્યન - ડો.પ્રફુલભાઈ ગજ્જર, ડો.ડેનીશભાઈ સાવલિયા, ડો. કળણાલભાઈ કુંડલિયા, ડો. દિવ્યેશભાઈ વિરોજા, ન્યૂરોસર્જન ડો. પ્રકાશભાઈ મોઢા, ડો. રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ડો. કાન્તભાઈ જોગાણી, ડો.શિધ્ધાર્થભાઈ જોષી, ડો. પુનિતભાઈ ત્રિવેદી, ડો. વિરલભાઈ જીવરાજાની, જનરલ સર્જન - ડો.પ્રતીકભાઈ ખાંડલ, ડો.સંદિપભાઈ હરસોરા, ડો. પ્રતિકભાઈ રાવલ, પ્લાસ્ટિકસર્જન - ડો. ભૌમિક્ભાઈ ભાયાણી, ડો. હિતેશભાઈ ધ્રુવ, કેન્સર વિભાગ - ડો. બબિતાબેન હપાણી, ડો. રાજેશભાઈ માંકડીયા, ડો. ગૌતમભાઈ માંકડિયા, ડો. મીનુચંદ્ર શાશ્વત, ડો. સુહાસભાઈ શાશ્વત, દાંતના સર્જન - ડો. તેજસભાઈ ત્રિવેદી, ડો. કળપાબેન ઠક્કર, ડો. નીકિતાબેન માકડિયા, ડો.બ્રિજેશભાઈ સોની, ડો. રથિનભાઈ ભીંડી, બાળકો ના નિષ્ણાંત - ડો. તેજસભાઈ ત્રિવેદી ડો. તેજસભાઈ હપાણી, ડો.પ્રિતેશભાઈ રાઠોડ, ડો. તુષારભાઈ ઝાલાવડીયા, ઈ.એન.ટી. સર્જન - ડો. ભરતભાઈ કાકડિયા, ડો. યશભાઈ કાકડિયા, ડો. મનાલીબેન કાકડિયા, ડો. હીમાશુંભાઈ ઠક્કર, ડો. શાદ લાલાણી, ડો. પી.આર. જૈન, સ્કીન સ્પેશિયાલીસ્ટ - ડો. પી.એમ. રામોતીયા, ડો. હેમાંગભાઈ દેસાઈ, ડો. ભાવેશભાઈ દેવાણી, ડો. ચેતનભાઈ લાલસેતા, હોમિયોપેથીક - ડો. એમ.જે. મેઘાણી, ડો. ખ્યાતીબેન વોરા, ફીઝીશ્યન - ડો. કપિલભાઈ રાઠોડ ડો. મુકેશભાઈ રંગાણી, ડો. જીમીભાઈ શરેરિયા, ડો. સાવનભાઈ છતોલા. ન્યુરો ફિજીશયન ડો. સુધીરભાઈ શાહ , ડો. રોશનભાઈ મીષાી, ડો. કૌમિલભાઈ કોઠારી જનરલ ડોક્ટર - ડો. ચંદાબેન શાહ ,ડો. સૂર્યપ્રકાશભાઈ ચૌધરી, ડો. વિભૂતિબેન રોકડ, ડો. સુભાષભાઈ પટેલ, ડો. શિલ્પાબેન દેપાણી, ડો. રૂપેશભાઈ ગાંધી, ડો. નીતાબેન બુદ્ધદેવ, ડો. ફાલ્ગુનીબેન મહેતા, ડો. વંદનાબેન ડાંગર, ડો. વૈશાલીબેન ઠક્કર, ડો. અમરભાઈ ઠક્કર.
નિદાન કેમ્પ માટે સરગમના ચેરમેન શ્રી વજુભાઈ વાળાનું માર્ગદર્શન મળી રહેલ છે. તેમજ કેમ્પની વ્યવસ્થા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલ, મૌલેશભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા તેમજ લેડીઝ - જેન્ટસ કમિટિના ૧૫૦થી વધુ મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.
આ કેમ્પમાં પ્રોજેકટ ઇન્ચાર્જ તરીકે ડો. રાજેશભાઈ તૈલી, ડો. અમીતભાઈ હપાણી, ડો. પારસભાઈ શાહ, ડો. કમલભાઈ પરીખ ડો. રશ્મીભાઈ ઉપાધ્યાય, ડો. નવલભાઈ શીલુ, ડો. અતુલભાઈ પંડ્યા જહેમત ઉઠાવી રહ્યા છે.
(4:44 PM IST)










