News of Tuesday, 3rd September 2024
ગાર્ડન શાખા દ્વારા ૬૦૨ વૃક્ષોની ફરિયાદોનો નિકાલ

રાજકોટ,તા. ૩: મહાનગરપાલિકા ગાર્ડન શાખા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે શહેરમાં આવેલ મુખ્ય રસ્તાઓ પર નમી ગયેલ, ટ્રાફીકને અવરોધરૂપ અને સૂકા વૃક્ષો, ભયગ્રસ્ત વૃક્ષો/વૃક્ષોની ડાળીઓના જરૂરી સર્વે કરી આવા ભયગ્રસ્ત વૃક્ષો/વૃક્ષોની ડાળીઓને દૂર કરવા માટે રોશની વિભાગ, પી.જી.વી.સી.એલ. તેમજ ટ્રાફીક પોલીસનો સહકારમેળવી કામગીરીકરવામાં આવેલ.
મહાનગરપાલિકા મેયર નયનાબેન પેઢડીયા,ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા,સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન શ્રી જયમીનભાઇ ઠાકર,મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ,શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ,શાસક પક્ષ દંડક શ્રી મનિષભાઇ રાડીયા તથા ઝૂ અને ગાર્ડન સમિતિ ચેરમેન સોનલબેન સેલારાની સંયુક્ત યાદી જણાવે છે કે,રાજકોટ શહેરમાં છેલ્લા એક અઠવાડીયામાં અતિ ભારે વરસાદને કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં મોટી સંખ્યામાંવૃક્ષો/વૃક્ષોની ડાળીઓ પડી જવા પામેલ છે.ᅠગાર્ડન શાખાના સ્ટાફ દ્વારા અવિરત અને મોડી રાત સુધી વૃક્ષો/વૃક્ષોની ડાળીઓના નિકાલની કામગીરી લગત વોર્ડના કોર્પોરેટરોના સહયોગથી તાત્કાલિક કરવામાં આવેલ છે.
આ કામગીરી ગાર્ડન શાખા દ્વારા રાઉન્ડ ધ ક્લોક ત્રણ શિફટમાં જુદી જુદી ટીમો બનાવી કામગીરી કરવામાં આવી રહી છે. હાલ પણ જે વિસ્તારમાં વૃક્ષ/વૃક્ષની ડાળીઓ પડી હોય, તેને ઉપાડવાની કામગીરી ચાલુ છે.
(4:47 PM IST)










