News of Tuesday, 3rd September 2024
મનપા દ્વારા શહેરની સામાજિક અને સેવાકિય સંસ્થાઓના સાથથી સ્થળાંતરીત લોકો માટે ૯પ૦૦થી વધુ ફુડ પેકેટસ વિતરણ
સામાજિક સેવાકીય સંસ્થાઓનો આભાર વ્યકત કરતા મહાનગરપાલિકાના પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પડેલ ભારે વરસાદના કારણે તા.૨૭ થી તા.૨૯ સુધી નીચાણવાળા વિસ્તારના લોકોને નજીકમાં આવેલ સરકારી શાળાઓ, કોમ્યુનીટી હોલ, શેલ્ટર હોમમાં કામચલાઉ ધોરણે વ્યવસ્થા કરી સલામતીના ભાગરૂપે સ્થળાંતરીત કરવામાં આવેલ હતા. જેમાં વોર્ડ વાઈઝ શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલ લાભાર્થીઓને પ્રાથમિક સુવિધાઓ સાથે રહેવા જમવાની વ્યવસ્થા સુનિヘતિ અને સેવાકીય સંસ્થાઓના સહયોગથી સ્થળાંતરિત લોકો માટે ૯૫૦૦થી વધુ ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કામગીરીમાં બોલબાલા ચેરીટેબલટ્રસ્ટ,રામકળષ્ણ આશ્રમ, સદગુરુ સેવા સદનટ્રસ્ટ, સ્વામિનારાયણ ગુરુકુળ, અર્હમ યુવા સેવા ગ્રુપ, પંચનાથ ટ્રસ્ટ,યુવા સેના ગ્રુપનાંસોનલબેન વાછાણી તરફથીફૂડ પેકેટ્સની વ્યવસ્થામાટે સહયોગ શહેરીજનોનીમુશ્કેલીના સમયે સાથસહકાર આપેલ છેઅનેઆઆપત્તિમાં તંત્રની સાથે ખડેપગે ઉભા રહી સવારના નાસ્તાથી લઈને રાત્રી ભોજન સહિતની વ્યવસ્થામાં વિવિધસંસ્થા તથા સંસ્થા સાથે સંકળાયેલ તમામ સહયોગી પરિવારનો રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામકદળ સમિતિના ચેરમેન શ્રી દિલીપભાઈ લુણાગરીયાહદયથીઆભાર વ્યક્ત કરવામાં આવેલ. આ કામગીરીને સફળ બનાવવા મેનેજરશ્રી કાશ્મીરા વાઢેરના માર્ગદર્શનમાં સિનીયર કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર તથા NULM મેનેજરોએ જહેમત ઉઠાવી હતી.
(4:53 PM IST)










