News of Tuesday, 3rd September 2024
જાહેરમાં ગંદકી કરવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ શાખા દ્વારા છ શોપ સીલ
શ્રી શક્તિ ટી સ્ટોલ, ઠાકર પાન એન્ડ કોલ્ડ્રીંકસ, ખેતલાઆપા પાન એન્ડ ટી સ્ટોલ,બાબા પાન એન્ડ કોલ્ડ્રીંકસ, જયશ્રી ચામુંડા પાન એન્ડ કોલ્ડ્રીંકસ અને શક્તિ ટી સ્ટોલ, એમ કુલ છ શોપ સીલ કરાયા

રાજકોટ શહેરમાં મોહનભાઈ સરવૈયા હોલ પાસે આવેલ (૧) શ્રી શક્તિ ટી સ્ટોલ, (૨) ઠાકર પાન એન્ડ કોલ્ડ્રીંકસ, (૩) ખેતલાઆપા પાન એન્ડ ટી સ્ટોલ, (૪) બાબા પાન એન્ડ કોલ્ડ્રીંકસ, (૫) જયશ્રી ચામુંડા પાન એન્ડ કોલ્ડ્રીંકસ તથા ભાવનગર રોડ પર આવેલ (૬) શક્તિ ટી સ્ટોલ સીલ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ. આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવેલ. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા તા.૦૩/૦૯/૨૦૨૪ના રોજ સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી તા.૦૩/૦૯/૨૦૨૪ના રોજ સાંજે શ્રી શક્તિ ટી સ્ટોલ, ઠાકર પાન એન્ડ કોલ્ડ્રીંકસ, ખેતલાઆપા પાન એન્ડ ટી સ્ટોલ, બાબા પાન એન્ડ કોલ્ડ્રીંકસ, જયશ્રી ચામુંડા પાન એન્ડ કોલ્ડ્રીંકસ, શક્તિ ટી સ્ટોલ સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્ટ – ૧૯૪૯ની કલમ – ૩૭૬ “એ” હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ. છે
(7:57 PM IST)










