<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

રાજકોટના ચર્મરોગ નિષ્‍ણાંત ડો. સુરેશ જોશીપુરાના મુખ્‍ય મહેમાનપદે લંડનમાં ડર્મેટોલોજીસ્‍ટની એન્‍યુઅલ કોન્‍ફરન્‍સ

રાજકોટ : તાજેતરમાં શ્રીલંકન કોલેજ ઓફ ડર્મેટોલોજીની એન્‍યુઅલ કોન્‍ફરન્‍સ કોલંબો, શ્રીલંકા ખાતે મળી હતી. જેમાં ૨૦૦૦ શ્રીલંકન ડર્મેટોલોજીસ્‍ટોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. આ કોન્‍ફરન્‍સમાં રાજકોટના ચર્મરોગ નિષ્‍ણાંત ડો. સુરેશ જોશીપુરાને ચીફ ગેસ્‍ટ તરીકે ખાસ આમંત્રિત કરાયા હતા. શ્રીલંકાના ચીફ હેલ્‍થ સેક્રેટરી ઉદ્દઘાટક હતા. ડો. જોશીપુરા (મો.૭૭૭૮૦ ૧૯૨૭૦) એ મેડીકલ રીસર્ચને પ્રાધાન્‍ય અપાવવા જણાવેલ. ઉપરાંત કોસ્‍મેટોલોજીનો ઉપયોગ કરો પરંતુ ડર્મેટોલોજીની અગત્‍યતાને ભાર આપવા જણાવ્‍યુ હતુ.

(1:47 PM IST)