<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

લગ્નમાં બિનજરૂરી ખર્ચ ન કરવો, ફટાકડા ન ફોડવા વિષે જૈન સમાજના સિધ્‍ધાંતો પર શોર્ટ ફિલ્‍મ બની

સહિયર મોરી, વેનિલા આઇસ્‍ક્રીમ જેવી ફિલ્‍મોમાં કામ કરી ચૂકેલા ઉભરતા કલાકાર યુકિત રાંદરીયા જણાવે છે કે આજના યુવા કલાકારોમાં ઘણું ટેલેન્‍ટ : આ શોર્ટ ફિલ્‍મના ડીરેકટર હારિતઋષી પુરોહીતે જણાવેલ કે આ શોર્ટ ફિલ્‍મ પૂ. નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી બનાવી છે, નામ હવે જાહેર થશે, એક સપ્તાહમાં થશે રિલીઝ

રાજકોટ : એક ખૂબ ઉમદા વિચાર સાથે શોર્ટ ફિલ્‍મ બની છે. જૈન સમાજના સિધ્‍ધાંતો જેવા કે ફટાકડા ન ફોડવા, લગ્ન સમારંભમાં બિનજરૂરી ખર્ચાઓ ન કરવા જેવા વિષયોને આવરી લેવામાં આવ્‍યા છે તેમ આ શોર્ટ ફિલ્‍મના ડાયરેકટર હારિતઋષી પુરોહીતે જણાવેલ.

તેઓ કહે છે કે, પૂ. નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી આ ફિલ્‍મ બની છે. કોઇને દુઃખી કરીને આપણે સુખી રહી ન શકીએ તેવો આ ફિલ્‍મનો મુખ્‍ય ઉદ્‌્‌ેશ છે. લગ્ન સમારંભોમાં ફટાકડા ન ફોડવા, આલ્‍કોહલ ન પિરસવું વિ. બંધ કરી અને એ પૈસાનો સદ્‌ઉપયોગ કરવો જોઇએ.

શ્રી પુરોહીત કહે છે ર૦ મિનીટની આ શોર્ટ ફિલ્‍મ છે. અને ફિલ્‍મનું શૂટીંગ રાજકોટમાં જ થયું છે. જો કે ફિલ્‍મનું નામ હજુ રાખવામાં આવ્‍યુ નથી. આવતા સપ્તાહમાં આ ફિલ્‍મ લોન્‍ચ થશે.

આ ફિલ્‍મમાં યુકિત રાંદરીયા, શ્રીમલ જાની, સમી જોગી, ડો. રૂપલ ત્રિવેદી, મનાલી જોષી, ભવિતા જેઠવા, ધ્‍વની ગાંધી, દિક્ષીત ભાંઝા, અદ્વેત અંતાણી, મહિમા મકવાણાએ અભિનયના ઓજસ પાથર્યા છે કેમેરામેન તરીકે મિલન જાલે સેવા આપી છે.

આ તકે ઉભરતા કલાકાર યુકિત રાંદરીયાએ જણાવેલ કે આજના યુવા કલાકારોમાં ઘણું ટેલેન્‍ટ છે.  અગાઉના સમયમાં ફિલ્‍મો બનતી અને આજના સમયમાં બનતી ગુજરાતી ફિલ્‍મોમાં બધી જ બાબતોમાં બદલાવ આવ્‍યો છે. હવે ગુજરાતી ફિલ્‍મો પણ હોલીવુડ, બોલીવુડ જેવી બનવા લાગી

છે. અલગ વિષયો ઉપર ફિલ્‍મ બને છે. અને ગુજરાતીઓ આ ફિલ્‍મોને ભરપૂર માણે છે.

પ્રોડયુસરો પણ ફિલ્‍મોમાં સારો એવો ખર્ચ કરે છે. અત્‍યાધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ટૂંકમાં દર્શકોને જેવી ફિલ્‍મો ગમે છે તેવી ફિલ્‍મો બનાવવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે યુકિત રાંદરીયાએ સહિયર મોરી અને વેનિલા આઇસ્‍ક્રીમમાં પોતાના અભિનયનો જાદૂર પાથરી ચૂકયા છે. તેઓ કહે છે મારી હજુ બે ફિલ્‍મો આવી રહી છે. હાલ પ્રોડકશનનું કામ ચાલી રહ્યું છે. હવે એવું જરૂરી નથી કે તમારે ફિલ્‍મોમાં કામ કરવું હોય તો મુંબઇ જ રહેવું પડે.  જો તમારામાં આવડત હોય તો તમને કોઇપણ જગ્‍યાએથી ઓફર મળી શકે છે.

આ તકે રાજકોટની ફિલ્‍મ પ્રોડકશન કંપની સેવન્‍થ સેન્‍સ કોન્‍સેપ્‍ટના હારિતઋષી પુરોહિતે જણાવેલ કે દર મહિને એક સ્‍ટોરી આપવી છે. દિગ્‍ગજ લેખકોએ લખેલા લેખો ઉપરથી શોર્ટ સીરીઝ  બનાવવાની ઇચ્‍છા છે. તેઓ કહે છે આજની નવી પેઢીને આવી સ્‍ટોરી પણ થાય તેનો ખ્‍યાલ પણ નથી.

તસ્‍વીરમાં અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબએડીશનના એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રા સાથે હારિતઋષી પુરોહીત અને યુવા કલાકાર યુકિત રાંદરીયા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:39 PM IST)