<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

મનપાના વોટર વર્કસ વિભાગમાં ૪૩ ઇજનેરોની કામગીરીની ફાળવણી કરતા દેવાંગ દેસાઇ

વી.સી. રાજદેવ, એમ.બી. ગાવીત, વી.પી. પટેલીયા સહિતના ૧૦ ડે.ઇજનેરોની અરસપરસ વિભાગમાં બદલીનો હુકમ કરતા મ્‍યુનિ.કમિશનર

રાજકોટ તા. ૪: મ્‍યુનિસિપલ કમિશનર તરીકે દેવાંગ દેસાઈએ ચાર્જ સંભાળ્‍યા બાદ મોટાભાગના વિભાગોમાં સાફસફાઈ શરૂ કરી અનેક ઉચ્‍ચ અધિકારી તેમજ ઈજનેર સહિતના કર્મચારીઓની બદલી કરી છે. જેમાં ગઈકાલે વધુ સીટી ઈજનેર સહિતના ૪૩ ઇજનેરોને વોટરવર્કસમાં કામગીરીની ફાળવણી તેમજ ૧૦ ડે.ઇજનેરોની અરસપરસ વિભાગમાં બદલી કરવામાં આવી છે.

મહાનગરપાલિકામાં ગઈકાલે વોટરવર્કસ વિભાગમાં સીટી ઈજનેર સહિતના ૪૩ અધિકારીઓની કામગીરીની ફાળવણી કરવામાં આવી છે. જેમાં  કે.પી. દેથરિયા નાયબ કાર્યપાલ ઈજનેર વોટર મેનેજમેન્‍ટ યુનિટ તથા આજી અને બેડી હસ્‍તકના વોટર ઓએન્‍ડ એમનો ચાર્જ, એચ. દવે નાયબ કાર્યપાલ ઈજનેર સીવીલ હાલની કામગીરી ઉપરાંત ઈસ્‍ટઝોન આજી અને બેડી હસ્‍તકના વોટરવર્કસ પ્રોજેક્‍ટની કામગીરી જ્‍યારે ઈસ્‍ટ ઝોન આજી અને બેડી હસ્‍તકના વોટર તથા ઝોન હસ્‍તકના પ્રોજેક્‍ટનીકામગીરીમાં એ.બી. ગોહેલ એ.ઈ. (ઈલે), આર.કે. ડાભી, એ.એ.ઈ. (ઈલે), એન.ડી. ઉપાધ્‍યાય વર્ક આસી. (ઈલે.), એ.એસ. ડામોર, વર્ક આસી. (ઈલે.), વી.એચ.વ્‍યાસ એ.એ.ઈ.(સિવિલ), ડી.પી. ધોળકિયા વર્ક આસિ. (સિવિલ), ડી.વાઈ. ત્રિવેદી ના.કા.ઈ.(મીકે), પી.જી. પ્રજાપતિ એ.એ.ઈ. (મીકે), એસ.જી. પાઠક વર્ક આસી. (મીકે.) ડી.બી. મોરી. એ.ઈ.(મીકે.)ની નિમણુંક કરવામાં આવી છે.

વોટરવર્કસ વિભાગમાં વેસ્‍ટઝોન ન્‍યારી અને રૈયાધાર તેમજ વાવડી જેએસઆર અને ન્‍યારી ઝોન હસ્‍તકના પ્રોજેક્‍ટની કામગીરી સોંપવામાં આવેલ છે. જેમાં જે.એ. ઝાલા ના.કા.ઈ.(ઈલે.), એસ.પી. બામણીયા એ.એ.ઈ. (ઈલે.), એમ.એસ. સથવારા વર્ક આસી. (ઈલે.), એસ.બી. છૈયા ના.કા.ઈ. (સિવિલ), વિ.એસ. વ્‍યારા એ.ઈ. (સિવિલ), જી.એમ. ફફલ એ.એ.ઈ. (સિવિલ), એમ.એમ. વેગડ વર્ક આસી. (સિવિલ), એન.એન. વડગામા વર્ક આસી. (સિવિલ), સી.બી. મોરી ના.કા.ઈ. (મીકે.), એમ.એમ. ભટ્ટ એ.ઈ. (મીકે.), એ.એમ. નળિયાપરા વર્ક આસી. (મીકે.), પી.ટી. પટેલ ના.કા.ઈ (સીવીલ), પી.એમ. દવે એએઈ (સિવિલ), મિલાપ આર. ભાલાણી એ.ઈ. (સિવિલ), વી.પી. ગીણોયા વર્ક આસી. (સિવિલ), એસ.કે. ગડારા વર્ક આસી. (સિવિલ), વી.એચ. ઉમટ ના.કા.ઈ. (મીકે.), એ.એમ. કંઝારિયા એ.એ.ઈ. (મીકે.), શ્રી એચ.જી. ત્રિવેદી વર્ક આસી. (મીકે.) બદલી કરવામાં આવી છે.

સેન્‍ટ્રલઝોન વોટર મેનેજમેન્‍ટ યુનિટના ૧૨ મિકેનીકલ સવિલિ ઈલેક્‍ટ્રીકલ વર્ક આસિસ્‍ટન્‍ટની રેલનગર જીએસઆર, માધાપર હેડવર્કસ, ન્‍યારા જીએસઆર જિલ્લા ગાર્ડન પ્રોજેક્‍ટ સહિતના વિભાગોમાં બદલી કરાઈ છે.

૧૦ ડે. ઇજનેરોની બદલી

જયારે એ.એચ. દવે- ના.કા.ઇ.(સિવિલ)ને ના.કા.ઇ. (સિવિલ), ઇસ્‍ટઝોન, વોટર મેનેજમેન્‍ટ યુનિટની તમામ કામગીરી, એ.આર. લાલચેતા- ના.કા.ઇ.(સિવિલ),ને ના.કા.ઇ. (સિવિલ), સેન્‍ટ્રલઝોન, વોટર મેનેજમેન્‍ટ યુનિટ, આનંદરાજ જે. સોલંકી ના.કા.ઇ.(સિવિલ)ને હાલની કામગીરી ઉપરાંત શ્રી એ.આર.લાલચેતા, હિરેન બી. ટોળિયા ના.કા.ઇ.(સિવિલ)ને વોર્ડ નં.૦૪ ખાતે વોર્ડ એન્‍જીનીયર તરીકે, મિલાપ આર. ભાલાણી એ.ઇ. (સિવિલ)ને એ.ઇ. (સિવિલ), વોટર મેનેજમેન્‍ટ, એમ.એમ. ચોૈહાણને શૈલેષ જી. રાવરાણી હસ્‍કની, શેૈલેષ જી. રવરાણીને એમ.એમ. ચોૈહાણ હસ્‍તકની ડ્રેનેજ પ્રોજેકટ વે.ઝો.ની તથા વી.સી. રાજદેવ- નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ)ને બાંધકામ શાખા (કામગીરી વોર્ડ-૧૦), એમ.બી. ગાવિત- નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) (કામગીરીઃ વોર્ડ નં.૭), વી.પી. પટેલીયા નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) બાંધકામ શાખા (કામગીરી વોર્ડ નં.૧૪ સહિત ૧૦ ડે. ઇજનેરોની બદલી કરવામાં આવી છે.

(3:53 PM IST)