<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

ગાંધીગ્રામ મહાવીરનગરના સરોજબેન વાળાનું હૃદય બેસી જતાં મોત

રાજકોટ તા. ૪: ગાંધીગ્રામ ન્‍યુ મહાવીરનગર-૨માં સદ્દગુરૂ ડેરી પાસે રહેતાં સરોજબેન દિપકભાઇ વાળા (ઉ.વ.૫૫) નામના મહિલા સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

સરોજબેનના પતિ છુટક વેપાર કરે છે. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. રાતે સુતા બાદ સવારે નહિ જાગતાં બેભાન હાલતમાં સારવાર માટે ખસેડાયા હતાં. પણ તેમનું મૃત્‍યુ થયાનું જાહેર થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના કેતનભાઇ નીકોલા અને તોૈફિકભાઇ જુણાચે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.

(3:55 PM IST)