<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

કાલે સંવત્‍સરી પ્રતિક્રમણ સાથે મૂર્તિપૂજક જૈનોના પર્યુષણ મહાપર્વની પૂર્ણાહૂતિ

જૈનો જિન ભકિતમાં લીનઃ ઘરે-ઘરે તપક્ષર્યાનોનો માહોલ : દેરાસરો-ઉપાશ્રયોમાં વ્‍યાખ્‍યાન વાણીનો લાભ લેતા શ્રાવક-શ્રાવીકાઓ રવિવારે સ્‍થાનકવાસી સમાજ ક્ષમા યાચશે : દેરાવાસી જૈનોનાં તપસ્‍વીઓના પારણા યોજાશે

શહેરના ૧૯૮ વર્ષ પ્રાચીન જૈન તીર્થ માંડવી ચોક દેરાસર ખાતે પર્યુષણ પર્વે ધર્મોલ્લાસ છવાયો છે. મુળનાયક સુપાર્શ્વનાથ દાદા તથા બીરાજમાન પ્રભુજીઓને દરરોજ લાખેણી આંગી રચવામાં આવે છે. રાત્રે ભકિત સંગીતની સુરાવલીમાં ભાવિકો રસતરબોળ બને છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા. ૬ :  તપ,ત્‍યાગ અને ધર્મ આરાધના સાથે પર્વાધિરાજ પર્યુષણ પર્વના દિવસો પસાર થઇ રહ્યા છે. જૈનોમાં આજે પર્યુષણ પર્વનો સાતમો તથા સ્‍થાનકવાસી સમાજનાં છઠ્ઠો દિવસ ઉજવાઇ રહ્યો છે.

સૌરાષ્‍ટ્ર-કચ્‍છના જીનાલયોમાં પરમાત્‍માની ભવ્‍યાતિત આંગી રચવામાં આવી હતી.  શહેરના સવાય કાલાવડ રોડ, વિમલનાથ જીનાલય, શાષાીનગર, શ્રી શંખેશ્વર જીનાલય, પંચવટી દેરાસર, યુનિ. રોડ, શ્રી સુમિતનાથ જીનાલય, માંડવી ચોક, શ્રી સુપાર્શ્વનાથ જીનાલય, મણીયાર દેરાસર, ગાંધીગ્રામ, એરપોર્ટ રોડ શ્રી શાંતિનાથ જીનાલય સહિતના જીનાલયોમાં પરમાત્‍માની ભવ્‍યાતિત આંગી રચવામાં આવી હતી.દરેક જીનાલયોમાં આંગી દર્શન માટે ભાવિકો ઉમટી પડયા હતા.

આવતીકાલે દેરાવાસી જૈનો સંવત્‍સરી ઉજવશે. વ્‍યાખ્‍યાનમાં બારસાસૂત્રની બોલી બોલવામાં આવશે. સંવત્‍સરીના દિવસે પૂ.ગુરૂભગવંત બારસા સૂત્રનું વાંચન કરશે. પર્યુષણ પર્વના પ્રથમ સાત દિવસ સાધનોના હોય છે. જ્‍યારે છેલ્લો દિવસ સંવત્‍સરીનો સિધ્‍ધીનો ગણાય છે.

આજે જીનાલયોમાં કલ્‍પસૂત્રના વ્‍યાખ્‍યાનો સમાપન થશે. જીનાલયોમાં પરમાત્‍માની ભવ્‍યાતિ આંગી અને ભકિત સંગીત યોજાયેલ છે. જેનો લાભ ભાવિકો લઇ રહ્યો છે. કાલે સંવત્‍સરી પર્વના દિવસે ૯ મુખ્‍ય કર્તવ્‍ય છે. બારસા સૂત્રનું અખંડ શ્રવણ અને સાંજે સાંવત્‍સરીક પ્રતિક્રમણ બારસા સૂત્રમાં ૧૨૦૦ થી વધુ શ્‍લોક છે. જેણે કલ્‍પસૂત્રનું શ્રવણ સંપૂર્ણ ન કર્યું હોય તેઓ માત્ર બારસા સુત્ર સાંભળવાથી તે કર્તવ્‍ય થાય છે. પાકળત ભાષામાં રચિત આ સુત્ર વિશિષ્‍ટ સાધનો યોગોધ્‍વહન કરનાર સાધુ ભગવંતો જ આનુ શ્રવણ કરાવી શકે છે. મૂતિપૂજક જૈન સંઘોમાં બપોરે ત્રણ વાગ્‍યે સંવત્‍સરી પ્રતિક્રમણ શરૂ થશે તથા સાંજે ૭ કે ૭.૩૦ વાગ્‍યે સંપન્‍ન થશે. સંવત્‍સરી પ્રતિક્રમણમાં વર્ષ દરમિયાન થયેલા પાપોની આલોચના કરવામાં આવશે. સર્વજીવોની ક્ષમાયાચના માંગવામાં આવશે. જયારે સ્‍થાનકવાસી સમાજ રવિવારે ખમાવશે.

દિગંબર સમાજના દસ લક્ષણા પર્વાધિરાજ પર્યુષણનો રવિવારથી થી શુભારંભ થશે. દિગંબર સમાજ ભકિતમાં લીન બનશે : દરરોજ વ્‍યાખ્‍યાનો, પ્રતિક્રમણ સહિતના ધાર્મિક આયોજનો જિન મંદિરમાં યોજાશે.

(4:09 PM IST)