હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ત્રંબા પાસે આર.કે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં ફાર્મસીના છાત્ર નીખીલ સોલંકીનો ફાંસો ખાઇ આપઘાત
મોડી રાત્રે બનાવઃ ગણપતિના પંડાલની તૈયારી માટે મિત્ર બોલાવવા જતા યુવાન લટકતી હાલતમાં જોવા મળ્યોઃ અમરેલી પાસે પોતાના વતનમાંથી બે દિવસ પહેલા આવ્યો'તોઃ આપઘાતના કારણ અંગે તપાસ

રાજકોટ તા. ૬ :.. ત્રંબા નજીક આવેલી આર. કે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતો ફાર્મસીના છાત્રાએ હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી થઇ છે.
મળતી વિગત મુજબ અમરેલી પંથકનો હાલ ત્રંબા નજીક આવેલી આર. કે. યુનિવર્સિટીમાં ફાર્મસીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો અને ત્યાં જ હોસ્ટેલમાં પાંચમા માળે રૂમમાં રહેતો નિખીલ દીપકભાઇ સોલંકી (ઉ.વ.ર૦) એ રાત્રે પોતાના રૂમમાં ચાદર પંખા સાથે બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.
ગણેશોત્સવનો તહેવાર હોઇ હોસ્ટેલમાં રહેતા છાત્રો પંડાલ શણગારવાની તૈયારી કરતા હોઇ તેથી મીત્ર નિખીલને બોલાવવા જતા તેના રૂમનો દરવાજો બંધ હતો. તેણે ખખડાવતા નીખીલે દરવાજો ન ખોલતા મિત્રએ જાણ કરતા ગૃહપતિ તથા અન્ય છાત્રો પણ દોડી આવ્યા હતાં. બાદ દરવાજાની ઉપર વેન્ટીલેશનમાંથી જોતા નીખીલને લટકતી હાલતમાં જોવા મળતા રૂમનો દરવાજો તોડયો હતો. બાદ કોઇએ ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ ની જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી ભાવેશભાઇ વાઢેરે તપાસ કરતા તેનું મૃત્યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ. જયદેવભાઇ બોસીયા, અને રાઇટર પ્રતાપભાઇ સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. અને મૃતક છાત્રના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. મૃતક નીખીલ બે દિવસ પહેલા જ પોતાના વતનમાંથી આવ્યો હતો. તે રૂમમાં એકલો રહેતો હતો.
તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસ કોલડીટેલના આધારે તપાસ હાથ ધરી હતી.










