હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 6th September 2024
સુનિલ શેટ્ટીનુ રાજકોટ એરપોર્ટ ઉપર સ્વાગત : સાંજે મોરબીમાં, બિલ્ડકોન એકસ્પોની પ્રિ લૉન્ચ ઇવેન્ટમાં હાજરી આપશે
બોલીવુડ અભિનેતા, બિઝનેસમેન અને એક્સ્પોના બ્રાન્ડ એમ્બસેડર તરીકે આજે સુનીલ શેટ્ટી સાંજે ઉપસ્થિત રહેનાર હોવાથી ફિલ્મ રસિકોમાં ઉત્સાહ

મોરબીમાં આજે શુક્રવારે બિલ્ડકોન એકસ્પોની પ્રિ-લૉન્ચ ઇવેન્ટ યોજાનાર છે. જેમાં ખ્યાતનામ અભિનેતા અને આ એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર સુનિલ શેટ્ટી હાજરી આપવાના છે.આગામી ૧૩ થી ૧૬ એપ્રીલ, ૨૦૨૫ દરમિયાન દિલ્હી ખાતે યશોભુમી એક્ઝિબિશન સેન્ટરમાં ‘બિલ્ડીંગ મટીરીયલ્સનો ઇન્ટરનેશનલ એકસ્પો – વાઈબ્રન્ટ બિલ્ડકોન’ યોજાવા જઈ રહ્યો છે. આ પ્રખ્યાત વાઇબ્રન્ટ બિલ્ડકોન’ એકસ્પોની પ્રિ લૉન્ચ ઇવેન્ટ મોરબી ખાતે રાખેલ છે જેમા ખ્યાતનામ બોલીવુડ અભિનેતા, બિઝનેસમેન અને એક્સ્પોના બ્રાન્ડ એમ્બસેડર તરીકે આજે સુનીલ શેટ્ટી ઉપસ્થિત રહેવાના છે. આ પ્રિ-લોન્ચિંગ ઇવેન્ટ આજે મોરબીમાં કેશવ બેંકવેટ હોલ ખાતે સાંજે ૪:૦૦ થી ૭:૦૦ વાગ્યે રાખેલ છે. સુનિલ શેટ્ટીનું આજે રાજકોટના એરપોર્ટ ખાતે આગમન થયું હતું ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું જે તસવીરમાં નજરે પડે છે.
(1:56 PM IST)










