હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શહેરના ૧૧ પીઆઇની અરસ-પરસ બદલીઃ એસઓજીમાં સંજયસિંહ એમ. જાડેજા મુકાયા
ગાંધીગ્રામના બી. ટી. અકબરીને મહિલા પોલીસ સ્ટેશનમાં મુકાયાઃ તેમની જગ્યાએ કે. જે. કરપડાની નિમણુંકઃ બી-ડિવીઝનમાં સ્પેશિયલ શાખાના એસ. એસ. રાણે મુકાયાઃ ક્રાઇમ બ્રાંચમાં સેકન્ડ પીઆઇ તરીકે એમ. એલ. ડામોરની નિમણુંક

રાજકોટ તા. ૬: શહેરમાં થોડા દિવસો પહેલા પીએસઆઇની બદલીનો ઘાણવો નીકળ્યા બાદ હવે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પોલીસ ઇન્સ્પેકટર્સની બદલીઓ કરી છે. જેમાં શહેર એસઓજીમાં નવા પીઆઇ તરીકે એસ. એમ. જાડેજાને મુકવામાં આવ્યા છે. તેમજ ક્રાઇમ બ્રાંચમાં સેકન્ડ પીઆઇ તરીે બઢતી સાથે રાજકોટ હાજર થયેલા પીઆઇ એમ. એલ. ડામોરને મુકવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ અગાઉ ક્રાઇમ બ્રાંચમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં ડી. સી. સાકરીયાને પીઆઇ તરીકે બઢતી મળતાં તેમને શહેર એસઓજીમાં મુકાયા હતાં. ત્યારે એસઓજીમાંથી જે. એમ. કૈલાની આર્થિક ગુના નિવારણ સેલમાં બદલી થઇ હતી. હવે એસઓજી પીઆઇ ડી. સી. સાકરીયાની સાબરકાંઠા ખાતે બદલી થતાં તેમની ખાલી જગ્યાએ બી-ડિવીઝન પીઆઇ સંજયસિંહ એમ. જાડેજાને મુકાયા છે. ઉલ્લેખનિય છે કે સંજયસિંહ એમ. જાડેજાએ સુરેન્દ્રનગર જીલ્લા એસઓજી, પોરબંદર ગોંડલ સહિતના શહેરોમાં નોંધપાત્ર ફરજ બજાવી હતી. બી-ડિવીઝનમાં તેમની ખાલી પડેલી જગ્યાએ સ્પેશિયલ શાખાના પીઆઇ એસ. એસ. રાણેને મુકવામાં આવ્યા છે.જ્યારે ભક્તિનગરમાં સેકન્ડ પીઆઇ તરીકે ફરજ બજાવતાં એસ.ડી.ગિલવાને એમઓબી, ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ બી.ટી. અકબરીને મહિલા પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.એન. સાવલીયાને ટ્રાફિક બ્રાંચમાં, એએચટીયુના પીઆઈ કે.જે.કરપડાને ગાંધીગ્રામમાં મુકાયા છે. જ્યારે લીવ રિઝર્વમાં રહેલા અને ઇઓડબલ્યુના ચાર્જમાં રહેલા પીઆઈ જે.એમ.કૈલાને આ વિભાગમાં યથાવત રખાયા છે. આ ઉપરાંત પીઆઈ પી. જે. પટેલને રિડરમાં, પીઆઇ ભાટીને ખાસ શાખા, યુનિવર્સિટી એટેચ પીઆઇ સી.એચ. જાદવને હ્યુમન ટ્રાફિકીંગમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.










