તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th September 2024
રોશની વિભાગ દ્વારા બંધ સ્ટ્રીટ લાઇટની ફરિયાદોનો ધડાધડ નિકાલ
શહેરને ફરી જગમગતુ કરતુ મનપા

રાજકોટ તા. ૬ : શહેરમાં ગત તા.૨૪ ઓગષ્ટથી સતત એક અઠવાડીયા સુધી વરસાદી માહોલને કારણે શહેરમાં અલગ અલગ વોર્ડ વિસ્તારમાં સ્ટ્રીટલાઇટ બંધ હોવા અંગે નાગરિકો દ્વારા ફરીયાદો આવેલ.જે અનુસંધાને મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને રોશની વિભાગનાં ચેરમેન કાળુભાઇ કુગશીયાનાં માર્ગદર્શન અને વખતો વખતની સુચના હેઠળ રોશની વિભાગ દ્વારા સ્ટ્રીટલાઇટ સબંધી ફરીયાદોના ત્વરીત યોગ્ય નિરાકરણ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ.
આ કામગીરી માટે રોશની શાખાનાં તમામ અધીકારીઓ તથા કર્મચારીઓ દ્વારા મોડી રાત્રી સુધી ચાલુ વરસાદે કામગીરી હાથ ધરવામાં આવેલ તેમજ શહેરમાં ભયજનક વૃક્ષો/બીલ્ડીંગો માટે ગાર્ડન શાખા/બાંધકામ શાખાની સાથે રહી કામગીરી કરવામાં આવેલ. શહેરનાં મુખ્ય વિસ્તાર જેવા કે અંબીકા ટાઉનશીપ, મવડી વિસ્તાર, રૈયા, કોઠારીયા, રેલનગર, વાવડી, ઘંટેશ્વર, મુંજકા, મોટામવા તથા આસપાસનાં વિસ્તારમાં પીજીવીસીએલ લગત ફોલ્ટ માટે જરૂરી સંકલન કરી ફરીયાદ નિવારણ અંગે સંયુકત રીતે કામગીરી હાથ ધરવામાં આવેલ.
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સ્ટ્રીટલાઇટ રીપેરીંગ માટે લગત એજન્સી તથા તેઓની ટીમ સાથે સંકલન રાખી છુટક બંધ લાઇટો તાત્કાલીક ચાલુ કરવા સુચનાં આપવામાં આવેલ. જે અનુસંધાને આવેલ ફરીયાદો પૈકી મહતમ ફરીયાદોનો નિકાલ કરવામાં આવેલ.
(4:36 PM IST)










