હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઋષિ પાંચમ : સથવારો ફાઉન્ડેશન દ્વારા મહાપ્રસાદ
ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ત્રિવેદી સંગમ, કસ્તુરબાધામ (ત્રંબા) ખાતે રવિવાર તા.૮ સપ્ટેમ્બરે સ્વ.વિમળાબેન પ્રતાપભાઈ રાજદેવની આજીવન પ્રેરણાથી સથવારો ફાઉન્ડેશનના કેતન પટેલનું સેવામય આયોજન

રાજકોટ : સથવારો ફાઉન્ડેશન દ્વારા ઋષી પંચમી નિમીતે કસ્તુરબાધામ ત્રંબા ખાતે ફરાળ પ્રસાદનું આયોજન તારીખ ૦૮ને રોજ રવિવારે મહાપ્રસાદનું આયોજન કરેલ છે. તથા ત્રંબકેશ્વર યુવા ગ્રુપ દ્વારા આયોજિત ભાતીગળ -સાંસ્કૃતિક લોકમેળાનું આયોજન પણ રાખેલ છે. આ તમામ પ્રવૃતિઓ રાજદેવ પરિવારના માતુશ્રી સ્વ.પૂ.વિમળાબેન રાજદેવના આશીર્વાદથી થઈ રહી છે.
સૌરાષ્ટ્રની જાણીતી સેવા સંસ્થા સથવારો ફાઉન્ડેશન તેમજ પ્રમુખ કેતન પટેલના માર્ગદર્શનમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતીઓ સતત કરવામાં આવે છે. જેમાં આર્થિક રીતે નબળા કુટુંબને દર મહિને વિનામુલ્યે અનાજ વિતરણ, ગરીબ દર્દીઓને વિનામુલ્યે દવા સહાય, ઈમરજન્સી કેસ માટે લોહીની સહાય. મહા રકતદાન શિબીરોનું સતત આયોજન, દર વર્ષે અભ્યાસ માટે વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક તથા પુસ્તક-યુનીફોર્મની સહાય, દર વર્ષે જન્માષ્ટમી પર્વ નિમીતે ટોકન ભાવે ચીજ-વસ્તુ વિતરણ, દર વર્ષે આર્થિક તથા નબળા વર્ગના લોકોને રેકડી, અપંગને ટ્રાઈસીકલ તથા ધાબડા વિતરણ, નવરાત્રી દરમ્યાન શહેરની ગરબીની બાળાઓને પ્રસાદ તથા લાણી, આફ્રિક રીતે નબળા કુટુંબને પ્રસંગોપાત વાસણો વિનામુલ્યે ભાડે આપવામાં આવે છે, દર વર્ષે ઋષી પંચમી નિમીતે કસ્તુરબાધામ ત્રંબા ખાતે ફરાળ પ્રસાદ, દર વર્ષે માતાના મઢ ચાલીને જતા પદયાત્રીકો માટે રાવટી તથા પ્રસાદ અમરનગર ખાતે, કસ્તુરબાધામ ત્રંબા ખાતે ૨૪ કલાક એમ્બ્યુલન્સ સેવા, હનુમાન જયંતી ઉપર સમસ્ત રાજકોટ બટુક ભોજન તથા જીવદયા-ગૌસેવા સહિતની સુપ્રવૃતીઓ સતત કરવામા આવે છે. પ્રર્વતમાન કોરોનાની બીમારીના સમયમાં પણ ૬૦ હજાર જેટલા પરપ્રાંતીય મજૂરો, બાળકો માટે ટ્રેનની ટીકીટ વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા, કિટ વ્યવસ્થા, દવાઓ વિગેરેમાં પણ સથવારો ફાઉન્ડેશનના સતત ઉપયોગી બન્યું હતું. કોરોના સમયગાળા દરમ્યાન રાજકોટની મુખ્ય લગભગ તમામ સંસ્થાઓને સથવારો ફાઉન્ડેશનના ઘન, મન, ધનથી ઉપયોગી બન્યું હતું. હજજારો દર્દીનારાયણ-દરીદ્રનારાયણને રોકડ સહાય, અનાજ સહાય, ભોજન સહાય, મેડીકલ સહાય સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. જીવદયા-ગૌસેવાની પણ અનેકવિધ પ્રવૃતિઓ સથવારો ફાઉન્ડેશનના દ્વારા આ કાળમાં કરવામાં આવી છે.
સમગ્ર આયોજન અંગે સથવારો ફાઉન્ડેશનના પ્રમુખ અને રાજકોટ મહાનગરપાલીકાના આરોગ્ય સમીતિના ચેરમેન કેતનભાઈ પટેલના માર્ગદર્શનમાં ઉમેશ ભત, સંજયભાઈ વઘાસિયા, કૌશલભાઈ ધામી, હિતેશભાઈ ડોબરિયા, ચિરાગભાઈ ગઢિયા, વિશાલભાઈ ગજેરા, પ્રદીપભાઈ અનડકટ, પરેશ વોરા, સુધીર ઠુંમર, રવી ડાંગર, પ્રશાંત રાયચુરા, જીતુ કાકડીયા,, રશ્મીન કાકડીયા, મેહુલ જોબનપુત્રા, પરાક્રમસિંહ જાડેજા, જીનલ રૈયાણી,સુરેશ ચૌહાણ, પ્રદિપ અનડકટ, બકુલ મકવાણા,વિપુલ માખેલા, સંજય જોબનપુત્રા, હિરેન ગણાત્રા, શૈલેષ હાપલીયા, નંદીશ રાજદેવ, સંજય વઘાસીયા, ત્ર્યંબકેશ યુવા ગ્રુપ (ત્રંબા) તથા કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સમગ્ર આયોજન અંગે ગુંદાવાડી વેપારી મિત્ર મંડળનો હરહંમેશનો સહયોગ મળતો રહયો હોવાનું સથવારો ફાઉન્ડેશનની યાદીમાં જણાવાયુ છે.










