હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાર્ટીનું સદસ્યતા અભિયાન ભાજપ પરિવારને વધુ મજબૂત કરશેઃ ઉદય કાનગડ
પૂર્વ ધારાસભ્ય અને જનસંઘ સમયના વરિષ્ઠ આગેવાન ટપુભાઇ લીંબાશીયા, પુર્વ કોર્પોરેટર અને માલધારી સમાજના આગેવાન ખીમજીભાઇ ટીડાભાઇ મકવાણા, સિલ્વર મેન્યુફેકચરીંગ એસોસીએશનના પ્રમુખ અનિલભાઇ તળાવીયા, ઇમીટેશન મેન્યુફેકચરીંગ એસોસીએશનના અગ્રણી દેવાભાઇ ગઢીયા, સામા કાંઠે આવેલ ઇમીટેશન માર્કેટના પ્રમુખ મનીશભાઇ પટેલ અને કારોબારી સભ્યો સહીતના આગેવાનોને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા

રાજકોટ તા. ૬: ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશવ્યાપી સદસ્યતા અભિયાન શરૂ થયેલ છે ત્યારે રાજકોટ વિધાનસભા-૬૮ના ધારાસભ્ય શ્રી ઉદય કાનગડ દ્વારા પૂર્વ ધારાસભ્ય અને જનસંઘ સમયના વરિષ્ઠ આગેવાન ટપુભાઇ લીંબાશીયા, પુર્વ કોર્પોરેટર અને માલધારી સમાજના આગેવાન ખીમજીભાઇ ટીડાભાઇ મકવાણા, સિલ્વર મેન્યુફેકચરીંગ એસોસીએશનના પ્રમુખ અનિલભાઇ તળાવીયા, ઇમીટેશન મેન્યુફેકચરીંગ એસોસીએશનના અગ્રણી દેવાભાઇ ગઢીયા, વિધાનસભા-૬૮માં સામા કાંઠે આવેલ ઇમીટેશન માર્કેટના પ્રમુખ મનીશભાઇ પટેલ અને કારોબારી સભ્યશ્રીઓ સહીતના આગેવાનોને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા હતા. આ તકે શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા અને પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઇ દુધાત્રા પણ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી ઉદય કાનગડએ જણાવેલ હતું કે ભારતીય જનતા પાર્ટી આજે ૧૮ કરોડથી વધુ સભ્યો સાથે સમગ્ર વિશ્વમાં સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ઓળખાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની સંગઠનાત્મક કુશળતાથી ભાજપ પરિવાર સતત મોટો થઇ રહ્યો છે ત્યારે પાર્ટીનું સદસ્યતા અભિયાન આ પરિવારને વધુ વિસ્તારશે અને મજબૂત કરશે. ભારતીય જનતા પાર્ટી એક માત્ર એવી પાર્ટી છે જે લોકતાંત્રિક પ્રક્રિયાઓને અનુસરીને પોતાનું કાર્ય વિસ્તારે છે. પાર્ટીના બંધારણ મુજબ લોકશાહી પ્રક્રિયાઓને અક્ષરશઃ અને ભાવનાથી અનુસરીને તેના કાર્યને વિસ્તૃત કરે છે, સામાન્ય લોકોની આશા અને આકાંક્ષાઓ અનુસાર જીવવા માટે સતત સક્ષમ બનાવે છે.
શ્રી કાનગડએ અંતમાં જણાવેલ કે ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન માત્ર એક ધાર્મિક વિધિ નથી, તે ભાજપ પરિવારનું વિસ્તરણ છે. તે સંખ્યાઓની રમત નથી, આ સદસ્યતા અભિયાન એક વૈચારિક અને ભાવનાત્મક ચળવળ છે.
સદસ્યતા અભિયાનને સફળ બનાવવા પૂર જોશથી વોર્ડના કોર્પોરેટરો, વોર્ડ પ્રભારી, પ્રમુખ, મહામંત્રી, બુથ પ્રમુખ, શકિત કેન્દ્ર ઇન્ચાર્જ, વોર્ડની આઇ.ટી. શોશ્યલ મીડીયાની ટીમ, મોરચા-સેલના હોદેદારોની ટીમ તેમજ વોર્ડ સંગઠનના વિવિધ કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
ધારાસભ્યશ્રી ઉદય કાનગડના માર્ગદર્શન હેઠળ વિધાનસભા-૬૮માં ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનને વેગવંતુ બનાવાયું હોવાનું એક યાદીમાં જણાવાયું છે.










