News of Friday, 6th September 2024
વગડ ચોકડીએ રસ્તાના ખાડાઓથી ત્રસ્ત સ્થાનીકોઃ ચકકાજામ

રાજકોટઃ શહેરના ભાગોળે આવેલ વગડ ચોકડી વિસ્તારના રહેવાસીઓ ખાડા-ખબડાવાળા રોડથી ત્રસ્ત છે. દરરોજ આવતા-જતા ભારે હાલાકીનો સામનો કરવો પડે રહ્યો છે ત્યારે આજે સવારે સ્થાનિક દ્વારા વગડ ચોકડીએ એકત્ર થઇ ચકકાજામ કરી વાહન વ્યવહાર થંભી ગયો હતો. લતાવાસીઓ દ્વારા તુરંત રોડ- રસતા રિપેર કરવા માંગ કરી હતી. (તસવીરઃ અશોક બગથરીયા)
(3:05 PM IST)










