હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગ્રહ-નક્ષત્ર તારાને જન્મ આપનાર અન્ય દિશાજ હોય સૂર્યને જન્મ પૂર્વ દિશાજ આપેઃ પૂ. નયશેખર વિજયજી

રાજકોટઃ મીરપુર જહાજ મંદિર પારસમણિ તીર્થ ખાતે ચાતુર્માસ અર્થે બિરાજમાન મૌન વરિષ્ઠ પ.પૂ.મુનિરાજશ્રી પુન્યરત્નચંદ્રજી મ.સા,પ.પૂ.મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા આદિ થાણા ની પાવનકારી નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ દરમ્યાન જૈન મુનિરાજશ્રી નયશેખર વિજયજી મહારાજ સાહેબ એ જણાવેલ કે પર્યુષણ પર્વનો સાતમો દિવસ એટલે મહાવીર સ્વામી સિવાયના ત્રેવીસ તીર્થંકર ભગવાનના જીવન ચરિત્રના શ્રવણનો અવસર.
આ અવસર્પિણી કાળમાં ચોવીસ તીર્થંકરો આ પ્રમાણે થયા. ઋષભદેવ, અજીતનાથ , સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભુ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજય સ્વામી, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રત સ્વામી, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ તથા મહાવીર સ્વામી.ઋષભદેવ અષ્ટાપદ પર્વત ઉપર,વાસુપૂજય સ્વામી ચંપાપુરીમાં, નેમનાથ ગિરનારમાં,મહાવીર સ્વામી પાવાપુરી અને તે સિવાયના સર્વ તિર્થંકરો સમેત શીખરજીમાં નિર્વાણ પામ્યા હતા.
તીર્થંકરોના ચ્ચવન,જન્મ,દિક્ષા,કેવળ જ્ઞાન અને મોક્ષ એ કલ્યાણ કહેવાય છે.કારણકે તે જગતના જીવોના કલ્યાણર્થે હોય છે.આ પાંચય કલ્યાણક સમયે સહુ જીવો સુખ અને આનંદનો અનુભવ કરે છે.સમવસરણમાં બિરાજમાન તીર્થંકરની દેશના સૌ શ્રોતાઓને પોતા પોતાની ભાષામાં સમજાય છે.તેઓ જયાં જયાં વિચરે છે.ત્યાં રોગ શોક વિસાદ સઘળું નાશ પામે છે.તીર્થંકરોની જીવનકથા સંદેશ આપે છે કે કરેલા કર્મો સૌ કોઈને ભોગવવા પડે છે.અને તેમાં કોઇ ભેદભાવ નથી.
પ્રચંડ પુરુષાર્થ અને સાધનાના બળે કર્મોનો નાશ કરી શકાય છે.અને તે દ્વારા દરેક આત્મા પરમાત્મા બની શકે છે.તીર્થંકરોની પૂજાથી ઉપસર્ગો ક્ષય પામે છે.વિઘ્નરૂપી વેલડીઓ છેદાઈ જાય છે.અને મન પ્રસન્નતાને પામે છે.તેમના જીવન ચરિત્રો રૂપી ધર્મકથાનું શ્રવણ ઉત્કૃષ્ટ મંગલ છે.










