તા. ૨૦ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૩ શુક્રવાર
News of Friday, 6th September 2024
શ્રી સિદ્ઘિતપના પાંચાણી પરિવારના તપસ્વીઓના થરા ખાતે પારણા

રાજકોટઃ બનાસકાંઠાની ધન્યધરાએ ધર્મનગરી થરા ગામે શ્રી શાંતિનાથ પ્રભુની અસીમ કૃપાથી અને ગુરુ ભગવંતોના મંગલ આશીર્વાદથી સંજયકુમાર કિરીટકુમાર પાંચાણી, મિત્ત્।લબેન સંજયભાઈ પાંચાણી, એવં ચિ.બાલતપસ્વી જીત શાહના સિદ્ઘિ દાયક શ્રી સિદ્ઘિતપ ની તપસ્યા કરેલછે.આ તપ તા. ૯ના સવારે-૯ કલાકે પણ થશે.આ સિદ્ઘિદાયક શ્રી સિદ્ઘિ તપ માં કુલ ૩૬ ઉપવાસ અને ૮ બેસણા આવે છે.પ.પૂ.આ.ભ. પિયુષભદ્રસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં સિદ્ઘિ તપ યોજાયેલ.અ.સૌ. તપસ્વી સંજયભાઈ અને મિત્ત્।લબેન એ કરેલ તપસ્યા ઉપધાન,પાત્રિસુ, સિદ્ઘિતપ,અઠ્ઠાઇ તપ,અઠ્ઠમ તપ,છઠ્ઠ તપ,૨૪ તીર્થંકર કલ્યાણક તપ, વર્ષીતપ,શત્રુંજય તપ,નરક નિગોદ તપ વિગેરે તપસ્યાના કરેલ છે.બાલ તપસ્વી જીત એ ૧૫ વર્ષની નાની ઉંમર માં સિદ્ઘિતપ કરેલ.સાથે સાથે માતા પિતા ને સાથ આપવા માટે સંજયભાઈ નો સૌથી નાનો દીકરો જેની ઉંમર માત્ર ૧૦ વર્ષની છે.એને પણ અઠ્ઠાઇ તપ ની તપસ્યા કરેલ છે.આ તપસ્યા દેવ- ગુરૂ-ધર્મ ની કૃપા થી નિર્વિઘ્નેપણે પૂર્ણતાને આરે છે.
(3:22 PM IST)










