<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

કપાસીયા તેલમાં ૧૫ રૂા નો ઉછાળો એક સપ્તાહમાં ૫૦ રૂ. વધી ગયા

રાજકોટ તા. ૬:આજે ખાધતેલમાં ૧૫ રૂ.નો ઉછાળો થયો હતો. તે ચાલુ સપ્તાહમાં કપાસીયા તેલમાં ૫૦ રૂા નો તોતીંગ ભાવવધારો થયો છે.

સ્થાનીક બજારમાં કાચામાલની અછતના અહેવાલે આજે કપાસીયા તેલમાં ૧૫ રૂ. વધ્યા હતા કપાસીયા તેલ લુઝના ભાવ ૯૮૫ રૂ. હતા તે વધીને આજે બપોરે ૧૦૦ રૂ ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. કપાસીયા ટીનના ભાવ ૧૭૬૦  થી ૧૭૯૦ રૂ.હતા તે વધીને ૧૭૭૫ ની ૧૮૧૦ રૂા ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. ચાલુ સપ્તાહમાં કપાસીયા તેલમાં ૫૦ રૂ. નો નોંધપાત્ર ભાવ વધારો થયો છે.

ચાલે વર્ષે કપાસનું ઓછુ વાવેતર અને ભારે વરસાદના કારણે કપાસનાપાકમાં નુકસાન થતા વધશે તેવા અહેવાલે કપાસીયા તેલના ભાવો વધી રહ્યાનું વેપારી સુત્રોએ જણાવ્યું હતું.

(3:32 PM IST)