<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

લોહાણા પ્રગતિ યુવક મંડળ દ્વારા રવિવારે ૬પમો પ્રતિભા સન્‍માન સમારોહ યોજાશે

રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા બિપીનભાઇ ઠકકરનું વિશેષ સન્‍માન થશે ૭ ગોલ્‍ડ મેડલ, ર૦ સિલ્‍વર મેડલ અપાશેઃ ૧૧ વિશિષ્‍ટ પ્રતિભાનું બહુમાન થશે : રાજય અને રાષ્‍ટ્ર કક્ષાએ સિદ્ધિઓ પ્રાપ્‍ત કરનારનું વિશેષ બહુમાનઃ ૩પ૦થી વધુ પ્રતિભાઓને શિલ્‍ડ-સર્ટિફીકેટ અપાશે

રાજકોટ તા. ૬: શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા તા. ૮ રવિવારે સવારે ૮-૩૦ કલાકે પૂ. પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ-રાજકોટ ખાતે ૬પ મા ‘પ્રતિભા સન્‍માન સમારોહ' આયોજન થયું છે.

ધો. ૧૦ તથા ધો. ૧ર તથા ગ્રેજયુએટ, પોસ્‍ટ ગ્રેજયુએટ, વિવિધ ડિગ્રીઓ, ડિપ્‍લોમા તથા જ્ઞાતિ પ્રમુખ, દ્વિતીય ક્રમાંક મેળવનાર રઘુવંશી રત્‍નોને ૭-(સાત) ‘ગોલ્‍ડ' મેડલ ર૦-(વીસ) ‘સિલ્‍વર મેડલ'થી સન્‍માનિત કરવામાં આવશે. ૧૧ વિશિષ્‍ટ પ્રતિભાઓનું વિશેષ બહુમાન કરવામાં આવશે.

રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા ડીવાયએસપી શ્રી બીપીનભાઇ ઠકકરનું ‘વિશેષ બહુમાન' કરવામાં આવશે.

રાજય કક્ષાએ અને ‘રાષ્‍ટ્ર કક્ષાએ' વિવિધ સિધ્‍ધિઓ પ્રાપ્‍ત કરનારનું પણ ‘વિશેષ-બહુમાન' કરવામાં આવશે.

૩પ૦થી વધુ પ્રતિભાઓને શિલ્‍ડ સર્ટીફિકેટ આપી બહુમાન કરવામાં આવશે.

શ્રી રાજુભાઇ પોબારૂ-રાજકોટ લોહાણા મહાજન ‘પ્રમુખ'ના ‘અધ્‍યક્ષ સ્‍થાને' યોજાનાર સમારોહમાં આઇપીએસ, આઇએએસ, ડીડીઓ, ગોલ્‍ડ મેડલ, સિલ્‍વર મેડલના દાતાશ્રીઓ, શુભેચ્‍છકો સહિતના અનેકવિધ મહાનુભાવો સમારોહમાં ઉપસ્‍થિત રહી રઘુવંશી રત્‍નોનું સન્‍માન કરશે.

તમામ વિદ્યાર્થી ભાઇઓ-બહેનોએ તા. ૮ સપ્‍ટેમ્‍બરને રવિવારે સવારે ૮-૩૦ કલાકે પ્રમુખ સ્‍વામી ઓડિટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે ઉપસ્‍થિત રહેવા લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

જયારે ર૦ ઓકટોબરે ઓપન સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ટેબલ-ટેનીસ બેડમીન્‍ટન સ્‍પર્ધાનું ઇન્‍ડોર સ્‍ટેડીયમ, રેસકોર્ષ ખાતે વિશાળ આયોજન થયું છે.

વિશેષ સન્‍માનિત પ્રતિભાઓમાં પિસ્‍તોલ શુટીંગ, સ્‍પે. ખેલ મહાકુંભ, કથ્‍થક નૃત્‍ય, હિન્‍દી રાજભાષા, રમતગમત સ્‍પર્ધા, પીએચડી, કાવ્‍ય સ્‍પર્ધા વગેરેમાં રાષ્‍ટ્ર લેવલે સિધ્‍ધિ પ્રાપ્‍ત કરેલ છે તેઓનું સ્‍પે. સન્‍માન કરવામાં આવશે.

ઉપરાંત ડોકટર્સ, પીએચડી, સીએ, એમડી, એમબીએ, બીટેક, જી, નીટ, ગુજકોટ સહિતની પરીક્ષાઓમાં મેરીટમાં નંબર મેળવનારાઓને પણ મેડલ દ્વારા સન્‍માનિત કરાશે.

૬પમા પ્રતિભા સન્‍માન સમારોહમાં શ્રી રાજુભાઇ પોબારૂ અધ્‍યક્ષસ્‍થાને-ઉપસ્‍થિત રહેશે. સાથે શ્રી ગૌરવ જસાણી આઇપીએસ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ ઓફ પોલિસ (આણંદ), શ્રી ચેતન નંદાણી, ડે. મ્‍યુ. કમીશ્‍નરશ્રી આરએમસી રાજકોટ, ડો. નિશાંત ચોટાઇ-કારોબારી પ્રમુખ, શ્રી રાજકોટ લોહાણા મહાજન, શ્રી કેતન ઠકકર આઇએએસ, જીલ્લા વિકાસ અધિકારી-પોરબંદર, ડો. ભર્ગ કારીયા, એચ. એચ. ગણાત્રા (પીજીવીસીએલ) શ્રી નિરવભાઇ મહેતા (ગુજરાત ફર્નિચર), શ્રી મનુભાઇ મહેતા (તનિષ્‍ઠ જવેલર્સ), શ્રી રાજુભાઇ જસાણી-ડાયરેકટરશ્રી વેદમાતા કોલ્‍ડ સ્‍ટોરેજ, શ્રી ચાર્મીબેન સેદાણી, શ્રી ધર્મેશભાઇ સુચક, રઘુવંશી રત્‍ન ત્‍થા રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા, શ્રી બીપીનચંદ્ર ઠકકર ડીવાયએસપી.-કેશોદ, શ્રીમતી રીટાબેન કોટક, રૂપલબેન, શ્રી ધવલભાઇ કારીયા ઉપસ્‍થિત રહેશે.

શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ-રાજકોટના હોદેદારો સર્વશ્રી યોગેશભાઇ જસાણી, હિતેશભાઇ પોપટ, અશોક હિન્‍ડોચા (૯૪ર૬ર પ૪૯૯૯), પ્રકાશ સુચક, પરેશ તન્‍ના, મનસુખ કોટેચા, અલ્‍પેશ માનસાતા, રાજેશ અઢીયા, જીમ્‍મીભાઇ દક્ષિણી, અજયભાઇ ઠકરાર, સંજયભાઇ કકકડ, પ્રકાશભાઇ ઠકકર, ધ્રવિલ-જસાણી, ભુપેન્‍દ્ર કોટક, પાર્થ જસાણી, મીત રાચ્‍છ, પ્રદિપ ભાગ્‍યોદય સેવા આપી રહ્યા છે.

ર૦ ને રવિવારે સવારે ઈન્‍ડોર સ્‍ટેડીયમ ઓપન સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ટેબલ ટેનીશ બેડમીન્‍ટન સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું છે. કાર્યાલયમાં વિનોદભાઇ અને દિનેશભાઇનો સંપર્ક કરવા જણાવાયું છે.

(3:33 PM IST)