<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

રાજકોટની બહાર ગોંડલ-ભાવનગર હાઇવે ઉપર પડેલા ખાડાઓ તાકિદે રીપેર કરવા આદેશોઃ ગોંડલમાં અર્બન ફોરેસ્ટ બનશે

રાજકોટ-કાનાલૂસ મોટે ભાગે પુરૃં થયું છેઃ એઇમ્સ-હિરાસરમાં તે લોકો દ્વારા કાર્યવાહી થઇ રહી છે... જેતપુરમાં રમત ગમતના મેદાનમાં બાસ્કેટ બોલ-રનીંગ ટ્રેક-ફુટબોલ મેદાન સહિતના પ્રોજેકટો લવાશે...

રાજકોટ તા. ૬: રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ આજે જીલ્લાના વિકાસ કામો અંગે મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી.

મીટીંગ બાદ ''અકિલા'' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે રાજકોટ બહાર હાઇવે ઉપર અને ગ્રામ્ય વિસ્તારમાં જતા રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓ તાકિદે બૂરવા-રીપેરીંગ-મરામત કરવા અંગે પ્રાંત અધિકારીઓ-મામલતદાર-માર્ગ-મકાન વિભાગને સુચના આપી છે, ખાસ કરીને ભાવનગર હાઇવે-ગોંડલ હાઇવે તથા અન્ય તમામ રસ્તાઓ આવરી લેવાશે.

બીજુ એ કે ગોંડલમાં વેરી તળાવની બાજુમાં ર એકર જગ્યા ઉપર આખુ અર્બન ફોરેસ્ટ બનાવશે, આ માટે જમીન ફોરેસ્ટ ખાતાને અપાશે, જંગલખાતું ગ્રાંટ-માણસોની વ્યવસ્થા કરશે.
કલેકટરે ''અકિલા''ને જણાવેલ કે જેતપુરમાં રમત ગમતના મેદાન માટે મંજુરી આપી છે, ત્યાં બાસ્કેટબોલ, રનીંગ ટ્રેક, ફુ઼ટબોલ મેદાન, સહિતના પ્રોજેકટો આવશે, આ માટે પોતે ખાસ સ્થળ મુલાકાત કરશે.

તેમણે જણાવેલ કે હિરાસર તથા એઈમ્સમાં તે લોકો દ્વારા આગળને આગળ કાર્યવાહી થઇ રહી છે, રાજકોટ-કાનાલૂસ પ્રોજેકટ માટે ભાગે પૂરો થઇ ગયો છે, ર થી ૩ સપ્લીમેન્ટરી ચાલે છે, તે પણ પૂર્ણ કરી લેવાશે.

રાજકોટ-જેતપુર સિકસલેન પ્રોજેકટ અંગે શ્રી પ્રભવ જોષીએ ઉમેર્યું હતું કે આ પ્રોજેકટ અંગે આજની મીટીંગમાં સમીક્ષા કરાઇ ન હતી, આ પ્રોજેકટ અંગે અમે અવારનવાર રીવ્યુ લેતા હોય છીએ, નેકસ્ટ મીટીંગમાં આ પ્રોજેકટ અંગે રિવ્યુ લેવાશે

(3:35 PM IST)