હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોઠારીયા તથા માધાપર વિસ્તારમાંથી પનીર, દુધ, સ્વીટ માવો તથા દહીંના નમુના લેવાયા
મનપાની ફુડ શાખાનો વિવિધ વિસ્તારોમાં ચેકીંગનો ધમધમાટ શહેરના ભાવનગર રોડના ગ્રીન પાલક પંજાબી એન્ડ ચાઇનીઝમાંથી ૯ કિલો વાસી અખાદ્ય મંચુરીયન તથા સોસનો નાશઃ ૧૯ ખાણી-પીણીના ધંધાર્થીઓને લાઇસન્સ અંગે સુચના

રાજકોટ તા. ૬: ચોમાસાની ઋતુમાં લોકોના સ્વાસ્થ્યને ટનાટન રાખવા મનપાની ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થ ઉત્પાદકો, વેચાણકર્તાઓને ત્યાં ચકાસણી કરવામાં આવેલ. જેમાં ભાવનગર રોડથી અખાદ્ય મંચુરીયન તથા સોસના ૯ કિલો જથ્થાનો નાશ કરાયેલ. જયારે અવેરનેસ ડ્રાઇવ દરમિયાન ૧૯ ખાણી-પીણીના ધંધાર્થીઓને લાઇસન્સ અંગે સુચના આપવામાં આવી હતી. ઉપરાંત પનીર, મિકસ દુધ, મીઠો માવો તથા દહીંના નમુના લેવામાં આવ્યા હતા.
મનપાની સત્તાવાર યાદી મુજબ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પટેલ વાડી સામે, ભાવનગર રોડ, રાજકોટ મુકામે આવેલ ''ગ્રીન પાલક પંજાબી એન્ડ ચાઇનિઝ'' પેઢીની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મંચુરિયન તથા સોસનો કુલ મળીને -૦૯ કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના બોલબાલા માર્ગ તથા ગોંડલ રોડ PDM કોલેજ સામેના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૩૮ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૯ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૩૫ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
જેમાં કિસ્મત ભૂંગળા બટેટા, ભૂદેવ નાસ્તા સેન્ટર, ક્રિષ્ના ફેન્સી ઢોસા, ગુરૂનાનક પ્રોવિઝન સ્ટોર, બાપા સિતારામ કોલ્ડ્રિંકસ, જય સિયારામ ફરસાણ, સદગુરૂ શીંગ, તનિશા પ્રોવિઝન સ્ટોર, જે માડી જોકર ગાંઠિયા, દિલ્લી વાલે છોલે ભટુરે, જય બાલાજી દાળ-પકવાન, શ્રીસાંઈ દાળપકવાન, શ્રીસાંઈ મદ્રાસ કાફે, મારૂતી દાળપકવાન, બાલાજી મદ્રાસ કાફે, તિરુપતિ મદ્રાસ કાફે, જય અંબિકા દાળપકવાન, જય અંબિકા મદ્રાસ કાફે, શ્રી યદુનંદન વડાપાઉં ને-લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
૪ નમુના લેવાયા
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ કુલ ૦૪ નમૂના લેવામાં આવેલ ૅં- જેમાં પનીર (લુઝ)ૅં નંદનવન ડેરી ફાર્મ, ધરમ કોમ્પ્લેક્ષ શોપ નં. ૩/૪ રોલેક્ષ રોડ, કોઠારીયા, મિકસ દૂધ (લુઝ)ૅં શ્રીનાથજી ડેરી ફાર્મ, ગુજરાત હા. બોર્ડ, શણગાર હોલ કોર્નર, કોઠારીયા મેઇન રોડ, ''ગીર માધવ'' સ્વીટ માવા (૧૦ કિ.ગ્રા. પેકડમાં થી) ૅં ખોડિયાર ડેરી ફાર્મ, માધાપર, ઈશ્વરીયા મહાદેવ મંદિર મેઇન રોડ, જામનગર રોડ, દહીં (લુઝ)ૅં ખોડિયાર ડેરી ફાર્મ, માધાપર, ઈશ્વરીયા મહાદેવ મંદિર મેઇન રોડ, જામનગર રોડ, ખાતેથી નમુના લેવામાં આવ્યા હતા










