હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ટીચર્સ ડે ની ઉજવણી કરાઈ

રાજકોટઃ સ્વર્ણિમ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગઇકાલે ટીચર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, ભારતરત્ન, આદર્શ અધ્યાપક અને મહાન શિક્ષણવિદ્દ ડો. સર્વપલ્લી રાધાકળષ્ણનજીની જન્મ જંયતી નિમિતે ટીચર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના OSD અને ફીટ ઈન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર ડો.અર્જુનસિંહ રાણાની વિશેષ ઉપસ્થિતિમાં અને રજીસ્ટ્રાર વાય.પી.જોષી, ડો.જયદિપસિંહ ચૌહાણ, ડો.યોગેશભાઈ જાની, ડો.આકાંક્ષા પ્રજાપતિ, ડો. કળણાલ દેસાઈ, ડો.રણછોડ રથવીની હાજરીમાં યોજાયો હતો. ડો.અર્જુનસિંહ રાણાએ શિક્ષકદિનની સર્વેને શુભેચ્છા પાઠવી હતી. આ દિવસે રાષ્ટ્રના જવાબદાર નાગરીકો તૈયાર કરનાર પ્રોફેસરોને વધારે ઉત્સાહ અને પોતાની શક્તિથી વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરમાં વધારે પ્રયાસ કરી રાષ્ટ્રને સશક્ત બનાવવાના કાર્યમાં ભાગીદાર બનશો તેવી આશા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક કર્મચારીશ્રીઓએ અને NSS ના સ્વયં સેવકોએ અથાગ મહેનત કરી હતી.










