<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

સર્વેશ્‍વર ચોકમાં સત્‍યનારાયણની કથા સાથે કાલથી ગણેશ મહોત્‍સવનો પ્રારંભઃ ગોલ્‍ડન મીરર થીમ આકર્ષણ જમાવશે

રાજકોટ તા. ૬: ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલ ‘‘સર્વેશ્‍વર ચોક''માં છેલ્લા આઠ વર્ષથી ‘‘સર્વેશ્‍વર ચોક ચેરીટેબલ ટ્રસ્‍ટ'' દ્વારા ગણપતિ મહોત્‍સવનું આયોજન થાય છે.

આ વર્ષે ‘‘ગણેશ પંડાલ જોધપુર મારબલ ગોલ્‍ડન ઇફેકટ ઉપર આધારીત છે જે જોધપુરના માસ્‍ટર્સ દ્વારા બનાવવામાં આવેલ છે તથા ગણપતિ મહોત્‍સવની થીમ ગોલ્‍ડન મીરર આધારીત છે. રાજસ્‍થાનના કારીગરો દ્વારા બનાવવામાં આવેલ છે જે સમગ્ર ડીઝાઇન ‘‘ખોડલધામ ઇવેન્‍ટ''ના અશોકભાઇ લુણાગરીયા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.

‘‘સર્વેશ્‍વર ચોક ચેરીટેબલ ટ્રસ્‍ટ'' દ્વારા દસ દિવસીય ગણપતિ મહોત્‍સવમાં દરરોજ સવારે ૮:૩૦ કલાકે મંગળા આરતી સાંજે ૭:૪પ કલાકે મહાઆરતી તથા રાત્રે ૧રઃ૦૦ કલાકે શયનઆરતી કરવામાં આવશે. પ્રસાદ ઘર બનાવવામાં આવશે. દરેક દીવસ દરેક ભાવીકોને અલગ અલગ પ્રસાદ આપવામાં આવશે. દરેક દિવસે રપ૦૦૦ થી ૩૦૦૦૦ ભાવિકો દર્શનનો લાભ લ્‍યે છે. પોતાની માનતા પુરી કરે છે.

‘‘સર્વેશ્‍વર ચોક ચેરીટેબલ ટ્રસ્‍ટ'' દ્વારા આ મહોત્‍સવ માટે રૂા. પ૦,૦૦,૦૦૦-૦૦ નો વીમો લેવામાં આવેલ છે.

તા. ૭-૯-ર૦ર૪ના રોજ સવારે ૮-૧પ કલાકે ગણેશ ચતુર્થીના દિવસે સ્‍થાપના કરવામાં આવશે. તથા રાત્રે ૯:૦૦ કલાકે સત્‍ય નારાયણ ભગવાનની કથા રાખવામાં આવેલ છે. તા. ૧ર ના વૃધ્‍ધાશ્રમની આરતી તથા જમણવાર રાખવામાં આવેલ છે. તા. ૧૩ ના અનાથ બાળકોનો જમણવાર તથા તા. ૧પના બ્‍લડ ડોનેશન કેમ્‍પ તથા સાંજે પ કલાકે અન્‍નકુટ દર્શન રાખવામાં આવેલ છે.

ગણપતિ મહોત્‍સવ તા. ૭ થી તા. ૧૭ સુધી ચાલશે. સરકારશ્રીના નિયમો મુજબ ૯ ફુટની ઉંચાઇની ઇકો ફ્રેન્‍ડલી મુર્તિ બનાવવામાં આવી છે. વિસર્જન તા. ૧૭ના પોલીસ કમિશ્‍નરની સુચના અનુસાર આજી ડેમની બાજુમાં કરવામાં આવશે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને નિમંત્રણ પાઠવતા સર્વેશ્‍વર ચોક ટ્રસ્‍ટના આગેવાનો નજરે પડે છે.

(4:08 PM IST)