<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

રાજકોટ ફિઝિયોથેરાપી એસોસીએશન દ્વારા રવિવારે ‘લો બેક પેન' થીમ પર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ ઉજવાશે : પોલીસ અધિકારીઓ માટે સેમીનાર

રાજકોટ તા. ૬ : વર્લ્‍ડ કોન્‍ફેડરેશન ઓફ ફીઝીયોથેરાપી  દ્વારા દર વર્ષે ૮ સપ્‍ટેમ્‍બરે વિશ્વ ફિઝીયોથેરાપી દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત રાજકોટ ફીઝીયોથેરાપી એસોસીએશન દ્વારા આ વર્ષે લો બેક પેન થીમ પર ઉજવણી કરવા આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા એસોસીએશનના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે કમરના દુઃખાવા (લો બેક પેન) એ કમરના નીચલા ભાગમાં થતો દુઃખાવો હોય છે. જેને લંબાર રિજન કહેવામાં અવો છે. ત્‍યારે કમરના આ પ્રકારના દુઃખાવાના ઉપચારમાં ફિઝિયોથેરાપી મહત્‍વપૂર્ણ ભુમિકા ભજવે છે.

જેથી વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નિમિતે ફિઝિયોથેરાપી એસો. દ્વારા તા. ૮ ના રવિવારે સવારે ૧૦ થી ૧ સુધી રાજકોટ રૂરલ પોલીસ અધિકારીઓ માટે ખાસ કેમ્‍પ ગોઠવવામાં આવ્‍યો છે. જેમાં ‘વર્ક પ્‍લેસ વેલનેસ' પર સિનિયર ફિઝિયોથેરાપીસ્‍ટ ડો. પ્રશાંત ઠાકર, ડો. વૈભવી વેદ, ડો. વિરલ ધામેચા વકતવ્‍યનો લાભ આપશે.

ઉપરાંત વિદ્યાર્થી તેમજ ફિઝિયોથેરાપીસ્‍ટ માટે લો બેક પેન આધારીત ફોટો કોલાજ સ્‍પર્ધાનું પણ આયોજન કરાયુ છે. વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્‍કાર આપી સન્‍માન કરાશે.

ઉપરાંત તા. ૮ ના રાજકોટ ફિઝિયોથેરાપી એસોસીએશનના ફેસબુક અને ઇન્‍સ્‍ટાગ્રામ પેજ ઉપર વિવિધ દુઃખાવામાં ફિઝિયોથેરાપીનું મહત્‍વ દર્શાવતા વિડીયો મુકી અવેરનેસ લાવવા પ્રયાસ કરાશે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજકોટ ફિઝિયોથેરાપી એસોસીએશનના સેક્રેટરી ડો. વૈભવી વેદ, એડવાઇઝર ડો. મનીષ પાઠક, ડો. ચિરાગ સોલંકી નજરે પડે છે. (૧૬.૨)

(4:13 PM IST)