હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાલભવનમાં મેળાનો પ્રારંભઃ ૧૬ મી સુધી આનંદ લૂંટી શકાશે

રાજકોટઃ આ વર્ષે બાલભવન ખાતે જન્માષ્ટમી પછીના આયોજન કરવામાં આવ્યું છે. આજથી પ્રારંભ થઇ ચૂકેલા મેળાનો લાભ લોકો ૧૬ સપ્ટેમ્બર સુધી માણી શકાશે. આ બાલભવન ની યાદી મુજબ આ વર્ષે બાળકો માટે ખાસ પ્રથમવાર એનિમલ ગન તેમજ કાર રાઇડ આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથે ફેમિલી આખું મીની ટ્રેનની પણ એકસાથે બાલભવન મેળામાં મજા માણી શકશે. મેળામાં આદિયોગી ભગવાન શંકર ના દર્શનનો લાભ પણ મળશે. લોકોની સુરક્ષાને લઇ સીસીટીવી કેમેરા મૂકવામાં પણ આવ્યા છે.બાળકોથી લઇ મોટેરાઓ પરિવાર સાથે આ જન્માષ્ટમી પછીના મેળાનો ૧૬ સપ્ટેમ્બર સુધી અનેરો આનંદ લઇ શકશે. આ મેળામાં બાળકો માટે અવનવી નાની રાઇડ્સ અને તેમજ ફૂ્ડ સ્ટોલ ઉપરાંત બાળકોથી લઇ મોટા સુેધીના માટે અનેક રાઇડ્સ, બાળકો માટે જમ્પિંગ અને ધણુ બધું છે. મેળામાં ૨૦૦ થી વધુ પ્રોડકટસના સ્ટોલ જેમાં મહિલાઓ માટે ખાસ રેડીમેટ કુર્તી ,રાજસ્થાની મોજડી, બીજી અવનવી પછી આઇટમ તેમજ એફ. એમ.સી.જી. ગિફટ આર્ટિકલ હેલ્થ, ફિટનેશ તેમજ ફ્રુડ સ્ટોલ, આઇસ્ક્રીમ ના સ્ટોલ્સ પણ છે. રાજકોટવાસીઓ આનંદ ઉલ્હાસ સાથે આ જન્માષ્ષ્ટમી પછીના મેળો માણી શકે તેવું આયોજન કૃષ્ણસિંહ જાડેજા યશપાલસિંહ જાડેજા,સાગર ઠકકર અને બાલભવનની ટીમ દ્વારા કરવામાં આવ્યુ છે. આયોજનમાં સહભાગી થાય અને મુલાકાતલે તેવી અપીલ કરવામાં આવી છે.










