હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલે ત્રિકોણબાગે ભગવાન શ્રીરામ સ્વરૂપે બિરાજશે દુંદાળાદેવ
ત્રિકોણબાગ કા રાજા ગણેશોત્સવનું સતત ર૬ માં વર્ષે આયોજન સેવાકીય પ્રવૃતિ કરતા લોકોને ત્રિકોણબાગ કા રાજા પ્રેસ્ટીજીયસ એવોર્ડથી સન્માનાશેઃ લોકડાયરો, ભકિત સંગીત, હનુમાનચાલીસા પાઠ, શ્રીનાથજીની ઝાંખી, સત્યનારાયણ કથા સહીતના કાર્યક્રમો

રાજકોટઃ આ વર્ષે ત્રિકોણબાગ ખાતે તા. ૦૭ થી ૧૭ સપ્ટેમ્બર સુધી સ્થાપિત થનારા ‘ત્રિકોણબાગ કા રાજા' નું ર૬મું વર્ષ છે.
આ વર્ષે પણ દર વર્ષની જેમ જ ધૂન-કીર્તન, સંતો-મહંતોના વરદ હસ્તે મહા આરતી, ગણેશ વંદના, (નૃત્ય નાટિકા), લોક ડાયરો, મ્યુઝીકલ શો, બાળકોના શ્લોક ગાન, બાળકો દ્વારા સામુહિક હનુમાન ચાલીસા પઠન, ભક્તિત સંઘ્યા, નિઃશુલ્ક મેડિકલ કેમ્પ, સહિતના શ્રેણીબદ્ધ આયોજનો કરવામાં આવ્યા છે.
આ તમામ આયોજન માટે સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં જયપાલસિંહ જાડેજા, ચંદુભાઈ પાટડીયા, સંજયભાઈ ટાંક, નિલેશ ચૌહાણ, બીપીન મકવાણા, નાગજી બાંભવા, કાનાભાઈ સાનિયા, રાજન દેસાણી, ભરત મકવાણા, પ્રકાશ ઝિંઝુવાડીયા, કિશન સિદ્ધપુરા, ભરતભાઈ રેલવાણી, દિલીપભાઈ પાંધી, ધવલ કાચા, રવિ ગોંડલિયા, વંદન ટાંક, કૃષ્ણ ભટ્ટ, ધાર્મીન ચૌહાણ, મિલન ધંધુકિયા, આશિષ
કામલીયા, અભિષેક કાચા, રાજદીપસિંહ જાડેજા, કમલેશ સંતુમલાણી, કૃણાલ મિષાી, વિનય ટાંક, પિનાકીન ખાણધર, સન્ની કોટેચા, કાળુભાઈ ગોંડલીયા, પ્રકાશભાઈ કાપડી, દર્શન જોશી, પ્રથમ રાણપરા, અભિષેક કણસાગરા, જીત ખોપકર, પરાગ ગોહેલ, સુમિત મકવાણા, તિલક આડેસરા, ધવલ ત્રિવેદી, ભરતસિંહ પરમાર, નિખિલભાઇ વડગામા, બલરામ ચૌહાણ, રુદ્ર ઠાકર, વિવેક સોંદરવા અને મોહિત સીંદે સહિતના સેવાભાવી સદસ્યો સમગ્ર આયોજનને સુપેરે પાર પાડવા છેલ્લા એકાદ માસથી ફાઉન્ડર પ્રેસિડેન્ટ જીમ્મીભાઈ અડવાણીના માર્ગદર્શન હેઠળ ટીમ ત્રિકોણ બાગ ભારે જહેમત ઉઠાવી રહી છે. સાર્વજનિક ગણેશ મહોત્સવની વિશેષ માહિતી, માટે વોટ્સએપ નંબર ૯૪૨૬૨ ૦૧૧૨૦૪ વોઇસ કોલ માટે મો.નં. ૯૯૨૪૦ ૯૯૨૪૧
વર્ષે મૂર્તિનું ર૬મું સ્વરૂપ સ્થાપિત કરવામાં આવશે. આજથી નવ વર્ષ પૂર્વે સાર્વજનિક ગણેશ પંડાલમાં સૌથી પહેલી વાર ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપનનું શ્રેય પણ ત્રિકોણબાગ કા રાજાને જાય છે. મહારાષ્ટ્રના નાસિકના પરંપરાગત, પેઢી દર પેઢીથી પ્રતિમા બનાવતા કારીગર-મૂર્તિકારો પાસે ત્રિકોણબાગ કા રાજાની મૂર્તિનું નિર્માણ કરાવવામાં આવે છે. ત્રિકોણ બાગ કા રાજા ગણેશોત્સવ દસે દસ દિવસ સુધી નિત્ય પ્રાતઃ ૭થી મોડી રાત્રે ૧ર.૩૦ વાગ્યા સુધી દર્શનાર્થે સતત ખુલ્લો રહે છે.
ત્રિકોણબાગ કા રાજા પંડાલમાં બાપાના ભક્તતો આરતી સમયે સ્વયં આરતી ઉતારી શકે છે. આ માટે પંડાલમાં શણગાર સાથેની અઢળક થાળીઓ, પૂજાપાની તમામ સામગ્રી દરરોજ તૈયાર કરવામાં આવે છે. જેનો દર્શનાર્થીઓ વિનામૂલ્યે લાભ લઇ શકે છે.
ગુજરાત સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશન - અમદાવાદ દ્વારા છેલ્લા સાત વર્ષથી ત્રિકોણ બાગ કા રાજા સાર્વજનિક ગણપતિ મહોત્સવને શ્રેષ્ઠતમ આયોજન માટે એવોર્ડ ટ્રોફી એનાયત થતી રહી છે. જોકે આ વર્ષે ર૬ માં વર્ષના આયોજન બાદ મુંબઈના લાલ બાગ કા રાજા ગણપતિ પંડાલની તર્જ પર ‘ત્રિકોણબાગ કા રાજા' હવે કોઈપણ સ્પર્ધામાં પોતાની દાવેદારી નહિ નોંધાવે તેવું આયોજક જિમ્મીભાઈ અડવાણીએ જણાવ્યું છે. આ વર્ષથી ત્રિકોણબાગ કા રાજા પ્રેસ્ટીજીયસ એવોર્ડથી સન્માન કરવામાં આવશે. આ માટે જાહેર સેવાના કર્મચારીઓ, બહુમુખી પ્રતિભા ધરાવતા બુદ્ધિજીવીઓ, મુક સેવકોને એવોર્ડ આપી તેઓનું જાહેર બહુમાન કરવામાં આવશે.
તા. ૭ ને શનીવાર સવારે ૧૦.૩૦ કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રી ગણેશજીની વિધિવત સ્થાપના, ઢોલ અને શરણાઈના સૂરે મંગલ પ્રારંભ. સાંજે ૭ કલાકે ઈસ્કોન મંદિર દ્વારા કીર્તન ધૂન, રાત્રે ૮.૧પ કલાકે પ્રથમ આરતી સંતો-મહંતો અને અગ્રણીઓના વરદ હસ્તે, રાત્રે ૯ કલાકે ગણેશ વંદના-સાંસ્કૃતિક
કાર્યક્રમ (નૃત્યા નાટિકા) રજુ કરવામાં આવશે. તા. ૦૮ ને રવિવાર રાત્રે ૯ કલાકે અવધ મેં આનંદ ભયો જય રઘુવીરલાલ કી, તા. ૦૯ ને સોમવાર રાત્રે ૯ થી શ્રી મેહુલ રવાણી પ્રસ્તુત તેરી ભકિત તેરી મહિમા (ભકિત સંઘ્યા), તા. ૧૦ ને મંગળવાર રાત્રે ૯ કલાકે જનની ની જોડ સખી નહી જડે રે (મા આરાધના), તા. ૧૧ ને બુધવાર રાત્રે ૯ કલાકે લોકડાયરો - નામી કલાકારોની રમઝટ, તા. ૧ર ને ગુરૂવાર રાત્રે ૯ કલાકે સાંઈ આરાધના - સાંઈ કા બુલાવા આયા હે, તા. ૧૩ ને શુક્રવાર રાત્રે ૯ કલાકે શ્રી રૂચીર જાની પ્રસ્તુત - ક્રાંતી બેન્ડ શો રૂચીર જાની (કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા), તા. ૧૪ ને શનિવાર સાંજે પ.૩૦ કલાકે નાના બાળકો માટે શ્લોક સ્પર્ધા / સમૂહ હનુમાન ચાલીસા પાઠ, સાંજે ૭.૩૦ કલાકે સ્કૂલના બાળકો દ્વારા ભવ્ય ડાન્સ ટેલેન્ટ શો / ગેમ શો, તા. ૧પ ને રવિવાર સાંજે પ.૩૦ કલાકે જાહેર જનતા માટે રકતદાન શિબિર / ફ્રી મેડીકલ કેમ્પ (વોકહાર્ટ હોસ્પિટલના સહયોગથી), રાત્રે ૯ કલાકે શ્રીનાથજીની ઝાંખી - શ્રીજી બાવા ત્રિકોણબાગ પધાર્યા, તા. ૧૬ ને સોમવાર સાંજે પ.૩૦ કલાકે સત્યનારાયણ દેવની કથા, રાત્રે ૯.૦૦ કલાકે જાહેર જનતા માટે દાંડિયા રાસ સ્પર્ધા - સન્માન સમારંભ, તા. ૧૭ ને મંગળવાર સવારે ૧૦.૩૦ કલાકે પૂર્ણાહુતિ પૂજન, બપોરે ૧ર.૩૦ કલાકે ત્રિકોણબાગ ચોકથી ખોખડદળ નદી તરફ ગણપતિ વિસર્જન યાત્રાનું ધામધૂમ પૂર્વક પ્રસ્થાપન કરવામાં આવશે










