<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

સારૂ શિક્ષણ, શ્રેષ્‍ઠ શિક્ષણઃ વીવીપીની ઓળખ : કૌશિક શુકલ વી.વી.પી. ઇજનેરી કોલેજમાં પ્રવેશોત્‍સવ ર૦ર૪ ની ભવ્‍ય ઉજવણી

‘‘ટેકનોલોજીના કારણે લીવીંગ સ્‍ટાન્‍ડર્ડ વધ્‍યુ છે પણ સ્‍ટાન્‍ડર્ડ ઓફ લાઇફ ઘટયું છે : ર૧ મી સદીની મોટી સમસ્‍યા મેન્‍ટલ વેલ બીઇંગ છે : પરમાત્‍માનંદજી

રાજકોટ : ‘‘રાષ્‍ટ્રીય સ્‍વાહા ઈદમ ન મમ '' ના ધ્‍યેયને વરેલી અને ૧૯૯૬ થી સતત શૈક્ષાણિક ક્ષેત્રમાં પોતાની સેવા બજાવી  રહેલ  તથા સંસ્‍કાર સાથેના ઉત્‍કળષ્ટ ઈજનેરો બનાવી રાષ્‍ટ્ર નિર્માણમાં પોતાનું અવિરત યોગદાન આપી રહેલ. વી.વી.પી. ઈજનેરી કોલેજનો ‘‘પ્રવેશોત્‍સવ'' પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ તેમજ ડિપ્‍લોમાંથી ડીગ્રીના વિદ્યાર્થીઓ માટેનો શ્રી હેમુ-ગઢવી હોલ ખાતે યોજાઈ ગયો હોવાનું કોલેજની યાદીમાં જણાવાયું છે.

આ પ્રસંગે આર્ષ વિદ્યામંદિર-રાજકોટ અને બરોડાના ચેરમેન, શિવાનંદ આશ્રમ-અમદાવાદના પ્રમુખ તથા હિન્‍દુ ધર્મ આચાર્ય સભા-ભારતના કન્‍વીનર અને જનરલ સેક્રેટરી તરીકે માનદ સેવા આપનાર તથા દયાનંદ સરસ્‍વતીના શિષ્‍ય શ્રી પરમાત્‍માનંદજી, કોલેજના ટ્રસ્‍ટી શ્રી કૌશિકભાઈ શુકલ, શ્રી નરેન્‍દ્રભાઈ દવે અને આચાર્યશ્રી ડો. પિયુષભાઈ વણઝારા ઉપસ્‍થિત હતા.

ત્‍યારબાદ મેનટલ હેલ્‍થ વેલીબીઇંગ માટેનો એચએચડબલ્‍યુ રેન્‍કીંગ-ર૦ર૪ અંતર્ગત ગોલ્‍ડ પ્‍લસ એડવાન્‍સ કોલેજને એવોર્ડ મળેલ, જે સ્‍વામીજી દ્વારા કોલેજના પ્રતિનિધિ આચાર્ય શ્રી પિયુષભાઈ વણઝારાને આપેલ.

સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી કૌશિકભાઈ શુકલએ આ પ્રસંગે જણાવેલ કે વી.વી.પી. કોલેજનો એકમાત્ર ઉદેશ્‍ય ‘‘સારૂ શિક્ષણ અને શ્રેષ્‍ઠ શિક્ષણ'' આપવાનો છે.  વી.વી.પી. કોલેજની રચના પૈસા કમાવવા માટે નથી થઈ. તેમણે ભારપૂર્વક જણાવેલ કે વી.વી.પી. કોલેજમાં કોઈપણ પ્રકારનું ડોનેશન અથવા વધારાની ફી કયારેય આજ સુધી લેવામાં નથી આવી. ઉલ્‍ટુ, શૈક્ષણિક સંસ્‍થાના વિકાસ માટે વી.વી.પી. કોલેજે ૧ કરોડ જેવી માતબર રકમ દાનમાં આપેલ છે. તેમણે જણાવેલ કે વી.વી.પી. સતત વિદ્યાર્થીના શિક્ષણની ચિંતા કરે છે એટલે વિદ્યાર્થીની સાથે વાલીઓનો પણ વીમો વી.વી.પી. લે છે જેના કારણે કોઈ કારણસર વાલી મળત્‍યુ પામે તો વિદ્યાર્થીનું શિક્ષાણ ફી ના કારણે ન અટકે અને બાકીના તમામ વર્ષની ફી ઇન્‍શ્‍યોરન્‍સ કંપની ભરે છે. આ કામ કરતી વી.વી.પી. ભારતની એકમાત્ર સંસ્‍થા છે.  તેમણે જણાવેલ કે વી.વી.પી. એકમાત્ર એવી કોલેજ છે જયાં કર્મચારીઓને સાતમુ પગાર પંચ આપે છે.

ત્‍યારબાદ શ્રી પરમાત્‍માનંદજી એ આર્શીવચન આપતાં વિદ્યાર્થીઓને જણાવેલ  જીવનમાં તમે જોશો તો હયુમન રિસ્‍પોન્‍સ હંમેશા સબ્‍જેકટીવ હોય છે.

તેમણે જણાવેલ કે ર૧ મી સદીમાં સંશોધનોની કોઈ જ કમી નથી.  આંગળીના ટેરવા ઉપર માંગો તે બધી વસ્‍તુ તરત જ મળી જાય છે. ટેકનોલોજીના પ્રચંડ વિકાસે ધરતીને સ્‍વર્ગ બનાવી આપેલ છે. ભારતે જયારે પ્રથમ સેટેલાઈટ બનાવ્‍યો ત્‍યારે તેને ગાડામાં લઈ જવામાં આવેલ જયારે આજે ભારત ચંદ્રયાન અને મંગળયાન મિશનની સિધ્‍ધી હાંસલ કરી ચૂકયો છે.  આમ, ટેકનોલોજીએ માણસની જીંદગી અને સ્‍વરૂપ બદલી નાખ્‍યા છે. 

પૂજ્‍ય પરમાત્‍માનંદજીએ ટેકનોલોજીના કારણે માનવીના લીવીંગ સ્‍ટાર્ન્‍ડ ઉંચા આવ્‍યા છે, ખરીદ શક્‍તિ વધી છે પરંતુ સ્‍ટાન્‍ડર્ડ ઓફ લાઇફ ઘટી ગયેલ છે. સંબંધોમાં તિરાડ પડી રહી છે, સ્‍ટ્રેસ વધી રહયો છે, છૂટાછેડાનું પ્રમાણ વધી રહયું છે. તેમણે ઉદાહરણ આપતા જણાવેલ કે ભારતીય સંસ્‍કળતિમાં રામાયણ કે મહાભારતના સમયમાં કયાંય હોટેલનો ઉલ્લેખ નથી કોઈપણ વ્‍યક્‍તિ ગમે તે ધર્મના નાતજાતના ભેદભાવ વગર કોઈપણ પંડાલમાં જમી શકે છે.  તેમણે જણાવેલ કે ભારતની કોઈપણ ભાષામાં ડાયવોર્સ માટે શબ્‍દ નથી. આપણી સંયુકત કુટુંબની પ્રથા હતી અને એ કુટુંબ પણ કેવડું ? વસુધૈવ કુટુંબકમ. આપણી ધરા મારુ કુટુંબ છે. આપણા ધર્મમાં દરેક કાર્ય માટે વિધિ છે, સમગ્ર જીવન દરમિયાન દરેક કાર્ય માટે ધાર્મિક વિધિ છે પણ કયાંય છુટાછેડાની વિધિ નથી. અંતમાં તેમણે વિદ્યાર્થીઓને જણાવેલ કે તમે જ્ઞાન ઉપર કેન્‍દ્રિત થઈ સારા ઈજનેર બની સમાજ અને દેશનું ગૌરવ વધારજો.  કાર્યક્રમનું સંચાલન મિકેનીકલ વિભાગના વડા શ્રી ડો. નિરવ મણીયારે કરેલ.  કાર્યક્રમનું સફળ આયોજન  આચાર્ય ડો. પિયુષભાઇ વણઝારાએ કર્યુ હતું.

ટ્રસ્‍ટીઓશ્રી કૌશીકભાઈ શુકલ, શ્રી હર્ષલભાઇ મણીઆર, ડો. સંજીવભાઈ ઓઝા, ડો. નરેન્‍દ્રભાઈ દવે તથા ડો. નવીનભાઈ શેઠે માર્ગદર્શન પૂરું પાડેલ હોવાનું કોલેજના પ્રેસ મિડીયા કમીટીના કન્‍વીનર શ્રી ધવલ જે. જોશીએ જણાવ્‍યું છે.

(4:20 PM IST)