<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

અકિલા-લોહાણા મહાજનઃ ધમાકેદાર રાસોત્‍સવ યોજાશે

રાજકોટ લોહાણા મહાજન દ્વારા સામાજીક-સેવાકીય-સાંસ્‍કૃતિક-ધાર્મિક કાર્યક્રમોની સતત વણઝાર :તારીખ ૩ ઓક્‍ટોબર થી ૧૨ ઓક્‍ટોબર, ૨૦૨૪ દરમ્‍યાન હરીશભાઈ લાખાણીનું ગ્રાઉન્‍ડ, માધાપર ચોકડી, રાજકોટ ખાતે રઘુવંશીઓ રાસ-ગરબાની રમઝટ બોલાવશે

રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્‍ટ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર, ભવાની ગોલા સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રૂબરૂ પાસ બુકીંગ શરૂઃ મો. નં. ૯૫૩૭૭ ૧૧૭૭૪ ઉપર પણ સંપર્ક કરી શકાય છે

રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ , કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઈ ચોટાઈ સહિતના સમગ્ર ટ્રસ્‍ટી મંડળ-ટીમ દ્વારા પૂરતી સલામતી સાથે પારિવારિક માહોલમાં આયોજન

એક લાખ વોટની અદ્યતન સાઉન્‍ડ સિસ્‍ટમ, વિખ્‍યાત  ઓર્કેસ્‍ટ્રા, પ્રખ્‍યાત ગાયક કલાકારો, યુવાધનને ઘેલું લગાડનાર લોકપ્રિય આર. જે.(એન્‍કર) ખેલૈયાઓને થનગનાટ કરાવી દેશે

પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, વેલડ્રેસ વિજેતાઓને દરરોજ આકર્ષક ઇનામો અપાશેઃ મેગા ફાઇનલના વિજેતાઓને ૨૫ ગ્રામ, ૧૦ ગ્રામ તથા ૫ ગ્રામ ગોલ્‍ડ, બાઈક, એક્‍ટિવા, ફ્રીઝ, ટી. વી., મોબાઈલ, સ્‍માર્ટવોચ સહિતના આકર્ષક ઇનામોથી નવાજાશે

રાજકોટ તા. ૬ :.. ગુજરાતનો સૌથી મોટો તહેવાર અને યુવાધનનો માનીતો નવરાત્રીનો તહેવાર આવતા મહિને ૩ ઓકટોબરથી ૧ર ઓકટોબર, ર૦ર૪ દરમ્‍યાન આવી રહ્યો છે ત્‍યારે વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્‍ડ, માધાપર સર્કલ, રાજકોટ ખાતે ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ-ર૦ર૪' નું ધમાકેદાર આયોજન કરવામાં આવ્‍યું છે.

અકિલા પરિવારના મોભી જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ યોજાનાર ‘અકિલા - લોહાણા મહાજન રાસોત્‍સવ' માં રઘુવંશી ખેલૈયાઓ મન મૂકીને રાસ-ગરબાની રમઝટ બોલાવશે. પૂરતી સલામતી સાથે પારિવારિક માહોલમાં વિશાળ-સમથળ ગ્રાઉન્‍ડ ઉપર ખેલૈયાઓ નવરાત્રીનો આનંદ માણી શકે તે માટે રાજકોટ લોહાણા મહાજનની સમગ્ર ટીમ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ' ને સમગ્ર વિશ્વના લાખો લોકો ગત વર્ષની માફક આ વર્ષે પણ, ‘અકિલા' ના માધ્‍યમથી  લાઇવ નિહાળી શકે તેવું અદ્‌કેરૂ આયોજન પણ કરવામાં આવ્‍યું છે.

સમગ્ર રાસોત્‍સવને અકિલાના એકઝીકયુટીવ એડીટર તથા અકિલા વેબએડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ, સહકાર, હૂંફ મળી રહેલ છે.

‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ-ર૦ર૪' માં એક લાખ વોટની અદ્યતન સાઉન્‍ડ સિસ્‍ટમ, વિખ્‍યાત ઓકેસ્‍ટ્રા, પ્રખ્‍યાત ગાયક કલાકારો તથા યુવાધનને ઘેલું લગાડનાર લોકપ્રિય આર. જે. (એન્‍કર) ખેલૈયાઓને થનગનાટ કરાવી દેશે. ઓરકેસ્‍ટ્રા, ગાયક કલાકારો, સાઉન્‍ડ સિસ્‍ટમ, આર. જે. સહિતની સમગ્ર ટીમે પણ પોતાની તૈયારી આરંભી દીધી છે.

પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, વેલડ્રેસ, સહિતના વિજેતાઓને દરરોજ આકર્ષક ઇનામો આપવામાં આવશે. ઉપરાંત મેગા ફાઇનલમાં વિજેતાઓને રપ ગ્રામ, ૧૦ ગ્રામ તથા પ ગ્રામ ગોલ્‍ડ, બાઇક, એકટીવા, ફ્રીઝ, ટી.વી., લેપટોપ, વોશીંગ મશીન, મોબાઇલ, સ્‍માર્ટવોચ સહિતના લાખેણા ઇનામોથી નવાજવામાં આવશે. અનુભવી તથા  તટસ્‍થ નિર્ણાયકોની ટીમ સતત કાર્યરત રહેશે.

‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ-ર૦ર૪' નું પાસ બુકીંગ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્‍યું છે. પાસ મેળવવા માટે રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્‍ટની ઓફીસ, મહિલા કોલેજ અન્‍ડર બ્રીજ ઉપરનો સર્વિસ રોડ, ભવાની ગોલા સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે સવારે ૧૦ થી સાંજે ૭ વાગ્‍યા દરમ્‍યાન સંપર્ક કરી શકાય છે. વધુ માહિતી માટે ઉપરોકત સમય દરમ્‍યાન મો. નં. ૯પ૩૭૭ ૧૧૭૭૪, ઉપર પણ સંપર્ક કરી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ લોહાણા મહાજન દ્વારા સમગ્ર વર્ષ દરમ્‍યાન જ્ઞાતિ ઉત્‍કર્ષ-સમાજ ઉત્‍કર્ષના ભાગરૂપે સામાજીક, સેવાકીય, સાંસ્‍કૃતિક, તબીબી, ધાર્મિક, શૈક્ષણીક પ્રવૃત્તિઓ સતત થતી રહે છે. વિવિધ કાર્યક્રમો - પ્રવૃતિઓની વણઝારના ભાગરૂપે રાજકોટ લોહાણા મહાજન દ્વારા સતત બીજા વર્ષે ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ'નું ભવ્‍ય-જાજરમાન આયોજન કરવામાં આવ્‍યું છે. ગત નવરાત્રી મહોત્‍સવ મહાજન રાસોત્‍સવ' ખેલૈયાઓમાં સમગ્ર સમાજમાં અને સૌરાષ્‍ટ્રમાં ભારે આકર્ષણ રૂપ રહ્યો હતો.

હજ્‍જારો રઘુવંશી ખેલૈયાઓની આતૂરતાનો અંત લાવનાર ‘અકિલા - લોહાણા મહાજન રાસોત્‍સવ-૨૦૨૪'ને સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, પ્‍લાનિંગ એન્‍ડ ડેવલપમેન્‍ટ કમિટિના ચેરમેન શ્રી હિરેનભાઇ ખખ્‍ખર, ઓડીટ એન્‍ડ ફ્રોડ મોનિટરીંગ કમિટિના ચેરમેન શ્રી ધવલભાઇ ખખ્‍ખર, મહિલા સમિતિના ચેરપર્સન શ્રીમતિ રીટાબેન કુંડલીયા, ટ્રસ્‍ટીઓ શ્રી હરીશભાઇ લાખાણી, જીતુભાઇ ચંદારાણા, એડવોકેટ શ્‍યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, શ્રી દિનેશભાઇ બવારીયા, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શ્રી કિશોરભાઇ કોટક, ડો. ભાવેશભાઇ સચદે, ડો. જનકભાઇ ઠક્કર, ડો. ચેતનભાઇ હિન્‍ડોચા, એડવોકેટ મનિષભાઇ ખખ્‍ખર, શ્રી શૈલેષભાઇ પાબારી, શ્રી મુકેશભાઇ પાબારી, શ્રીમતિ અલ્‍પાબેન બરછા, શ્રીમતિ નિકિતાબેન નથવાણી, શ્રીમતિ અલ્‍કાબેન પૂજારા, શ્રીમતિ ભાવિનીબેન ખખ્‍ખર, ડો. કૃપાબેન ઠક્કર, શ્રીમતિ સીમાબેન રાજદેવ સહિતના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. વિખ્‍યાત નવરંગ ગ્રુપ રાજકોટના શ્રી પરેશભાઇ ચગ, અજયભાઇ ખખ્‍ખર, લોહાણા મહાજન વાડી એડમીનીસ્‍ટ્રેટર હિતેનભાઇ દક્ષિણી-પારેખ સહિતના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:23 PM IST)