તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Friday, 6th September 2024
‘હસનવાડી કા રાજા' ગણેશોત્સવઃ ૧પમાં વર્ષમાં પ્રવેશ
રંગીલા યુવા ગ્રુપ દ્વારા આયોજનઃ ૧૦૦૮ લાડુનો મહાયજ્ઞ, દાંડીયા રાસ, અંતાક્ષરી, ધુન-કીર્તન, પાણી પુરી સ્પર્ધા, સત્ય નારાયણ ભગવાનની કથા

રાજકોટ : શ્રી રંગીલા યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે. હસનવાડી વિસ્તાર ખાતે તા. ૭ થી તા. ૧૭ સુધી આયોજીત શ્રી ગણેશ મહોત્સવમાં કાર્યક્રમોનું આયોજન રાખેલ છે.
તા. ૭ શનીવાર સવારે ૧૦-૩૦ કલાકે ગણેશજીનું સામૈયું. તા. ૮ રવિવારે સવારે ૮-૧પ કલાકે ગણપતીદાદાના ૧૦૦૮ લાડુનો મહાયજ્ઞ, રાત્રે ૮ કલાકે કેક કાપી (ગણેશજીનો જન્મ મહોત્સર્વ) અને બહેનો માટે દાંડીયારાસ ૯ વાગે, બહેનો માટે અંતાક્ષરી, તા. ૯ સોમવાર રાત્રે ૯ કલાકે રંગીલા મહીલા ધુન મંડળ દ્વારા ધુન-ર્કિતન, તા. ૧૦ મંગળવાર સાંજે ૮.૩૦ ભાઇઅો માટે લાડુ સ્પર્ધા, તા. ૧૧ બુધવાર રાત્રે ૮.૩૦ કલાકે બહેનો માટે પાણીપુરી સ્પર્ધા, તા. ૧ર ગુરૂવારે સાંજે ૬ કલાકે છપ્પન ભોગ, તા. ૧૩ શુક્રવાર સાંજે ૮.૩૦ કલાકે બહેનો માટે સંગીત ખુરશી સ્પર્ધા તેમજ ૧ મીનીટ ગેઇમ સ્પર્ધા, તા. ૧૪ શનિવારે સવારે ૯.૩૦ કલાકે સર્વરોગ નિદાન કેમ્પ, તા. ૧૪ રાત્રે ૯.૩૦ કલાકે ડી. જે. ના સથવારે ડિસ્કો દાંડીયા (સમસ્ત હસનવાડી માટે), તા. ૧પ રવિવારે સાંજે ૪ થી ૭ સુધી બાળકો માટે રમતગમત સ્પર્ધા (ઉ. ૭ થી ૧૪ વર્ષ, રાત્રે ૯-૩૦ કલાકે બાળકો માટે ડાન્સકોમ્પીટીશન સ્પર્ધા (ઉ.૪ થી ૧ર વર્ષ), સાંજે ૭.૩૦ કલાકે મહાપ્રસાદ, તા. ૧૬ સોમવારે રાત્રે ૯ કલાકે સત્યનારાયણ ભગવાનની કથા, તા. ૧૭ મંગળવારે સવારે ગણેશજીનું વિસર્જન મુર્હુત પ્રમાણે થશે.
આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ કાનાભાઇ જે. ડાભી ૯૮૯૮૬ ૮૭૦૬૭, ઉપપ્રમુખ અંકુરભાઇ મનાણી, મંત્રી ભાર્ગવભાઇ ટાંક, મહામંત્રી અજયભાઇ સીતાપરા, મહંતશ્રી દીનુબાપુ ગોસાઇ, દીનેશભાઇ વાઘેલા, સંજય ગોહીલ, ખોડાભાઇ ડાભી, સંદિપભાઇ પરમાર, હર્ષદભાઇ ટાંક, હર્ષદભાઇ સિધ્ધપુરા (કાનાભાઇને કમો) વિ. જાડાયા છે.
(4:40 PM IST)










