હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુંબઇ માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઇ પાગર વતી રાજકોટના જયમીનને રેસકોર્ષ રિંગરોડ પર ૧૦ લાખની લાંચ લીધી, છટકામાં જામનગર એસીબીએ દબોચ્યો
એક ગુના અન્વયે રાજકોટના રહીશને મુંબઈથી નોટિસ મોકલી ધરપકડ નહિ કરવાના હેરાન નહિ કરવાના બદલામાં લાંચ માંગી હતી

રાજકોટ: જામનગર એસીબીની ટીમે વધુ એક વખત રાજકોટમાં સપાટો બોલાવ્યો છે. મુંબઇ માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઇ વતી તેના ઓળખીતા રાજકોટના શખ્સને રેસકોર્ષ રિંગ રોડ પર ટી પોસ્ટ નજીકથી ૧૦ લાખની લાંચ લેતા ઝડપી લીધો છે.
જામનગર એસીબીએ એક જાગૃત નાગરીકની ફરિયાદ પરથી છટકું ગોઠવી (૧)દીગંબર એ. પાગર, પોલીસ ઈન્સપેક્ટર, માટુંગા પોલીસ સ્ટેશન, મુંબઈ તથા (૨)જયમીન સાવલિયા
ખાનગી વ્યકતી રહે.રાજકોટ વિરૂધ્ધ ગુનો નોંધી પકડી લીધા છે
વિગત એવી છે કે આ આક્ષેપીત નંબર (૧) માટુંગા પોલીસ સ્ટેશન મુંબઈમા પોલીસ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા હોઇ માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંઘાયેલ એક ગુન્હા અન્વયે રાજકોટ ખાતે રહેતા આ ફરિયાદીને નિવેદન નોંઘાવવા માટે રાજકોટના સરનામે નોટીસ મોકલેલ. તે અંતર્ગત ફરિયાદીનો આરોપી નમ્બર (૨) જયમીને આરોપી નં (૧) મુંબઈ પીઆઇના કહેવાથી સામેથી સંપર્ક કરી જણાવેલ કે તમોને નોટીસ ઇસ્યુ કરનાર માટુંગા પોલીસ સ્ટેશનનાં પોલીસ અઘીકારી મારા ઓળખીતા છે. બાદમાં જયમીને ફરિયાદીનો પીઆઇ સાથે સંપર્ક કરાવતા પીઆઇએ માટુંગા પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં ફરિયાદીની ધરપકડ તથા હેરાનગતી નહીં કરવા ૧૦,૦૦૦૦૦ (દસ લાખ) રૂપીયાની માંગણી કરી તે રૂપિયા આરોપી જયમીનને આપવા જણાવેલ.જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોઈ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરેલ.
ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન રેસકોર્ષ રિંગ રોડ પર ફરીયાદી પાસેથી જયમીને હેતુલક્ષી વાતચીત કરી રૂ.૧૦,૦૦૦૦૦ (દસ લાખ)ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી રૂ.૧૦,૦૦૦૦૦ (દસ લાખ) લાંચના નાણાં સ્વીકારી મુંબઈ પીઆઇ સાથે લાંચનાં નાણા મળ્યાની ખાત્રી ટેલીફોનીક વાતચીત કરાવી હતી. આ કામગીરી ટ્રેપીંગ ઓફીસર આર.એન.વિરાણી
પોલીસ ઈન્સપેકટર, એસીબી જામનગર દ્વારા એસીબી રાજકોટના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપરવિઝનમાં કરી હતી. મુંબઈના પીઆઈની ધરપકડ હવે થશે.










