<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

સિંધી બ્રહ્મખત્રી જ્ઞાતિના સંતશ્રી બાબા નારગદેવનો મેળો

રાજકોટ : સિંધી બ્રહ્મખત્રી જ્ઞાતિના સંતશ્રી બાબા નારગદેવનો મેળો આનંદનગર કોલોનીમાં આવેલ બાબા નારગદેવના મંદિરે યોજાયો હતો. જેમાં ભજનીક અને ગાયક મુલચંદબાપુ (ભગત સુગણોમલ) સતત બે દિવસ ભજન કિર્તન રજુ કર્યા હતા. મેળામાં સિંધી બ્રહ્મખત્રી જ્ઞાતિ રાજકોટના પ્રમુખ ગોવિંદભાઇ જાનીયાણી, ઉપપ્રમુખ બાલચંદભાઇ ડાવરીયા, ભૂતપૂર્વ પ્રમુખ રાજુભાઇ ડોર, પ્રકાશભાઇ કેરીયા, ગિરધારીભાઇ છાટબાર, સ્‍વામી લીલાશાહ સેવા મંડળના પ્રમુખ સુરેશભાઇ મકડીયા, મહિલા મંડળ ટીમ વગેરેએ જહેમત ઉઠાવી હતી. મંડળના સ્‍વયંસેવકોએ તનમનથી સેવા આપી હતી. બન્ને દિવસ સામુહિક ભંડારાનું પણ આયોજન કરાયુ હતુ.

(2:41 PM IST)