<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

મહિપતભાઇ સંઘવીની અનશન આરાધના સંપન્‍ન

પૂ.રાજેશમુનિજી મ.સા.ના સાનિધ્‍યમાં સવારે પાલખીયાત્રામાં ભાવિકો જોડાયાઃગુણાનુવાદ સભા યોજાઇ

રાજકોટ,તા.૭: ગોંડલ સંપ્રદાયના બહુશ્રુત આચાર્ય ભગવંત સ્‍વ. પૂજ્‍ય શ્રી જશાજી સ્‍વામીના પાટાનુપાટ સ્‍વ. પૂજ્‍ય સ્‍થવિર ગુરૂભગવંત શ્રી પ્રેમચંદજી મહારાજ સાહેબના શિષ્‍યરત્‍ન આગમ અર્કદર્શક ચારિત્રનિષ્‍ઠ પરમ પૂજ્‍ય ગુરૂભગવંત પૂ. શ્રી રાજેશમુનિજી મ.સા.ના સાનિધ્‍યમાં મહિપતભાઇ મનસુખલાલ સંઘવી (ઉ.વ.૭૮)ની અનશન આરાધના સંપન્‍ન થઇ છે.

શ્રી મહિપતભાઇ તા. ૪ને બુધવારે  શ્રી ઋષભાનના જૈન સંઘમાં પરમ પૂજ્‍ય ગુરૂભગવંત બા.બ્ર.શ્રી રાજેશમુનિજી મહારાજસાહેબ પાસે ૪થા ઉપવાસના પચ્‍ચક્‍ખાણ ગ્રહણ કરેલ. તા. ૬, શુક્રવારના રોજ સવારે ૬ઠ્ઠા ઉપવાસના પચ્‍ચક્‍ખાણ પૂજ્‍ય ગુરૂભગવંતના શ્રીમુખે ગ્રહણ કરેલ.

જ્‍યારે શ્રી મહિપતભાઇની તથા તેમના પરિવારની સંમતિથી પૂજ્‍ય ગુરૂભગવંતે ગઇ કાલે સવારે ૧૧:૩૦ કલાકે સાગારી સંથારો અને સાંજે ૬:૫૦ કલાકે જાવજીવ સંથારો ચતુર્વિધ શ્રીસંઘની ઉપસ્‍થિતિમાં ગ્રહણ કરાવેલ.

સુખે-સમાધિએ સમતાભાવમાં અને ઉત્તમ ભાવનામાં રમણતા કરતા શ્રી મહિપતભાઇની આજીવન અનશન આરાધના પૂજ્‍ય ગુરૂભગવંત એવમ્‌ શ્રી સંઘની ઉપસ્‍થિતિમાં સાંજે ૭:૧૦ કલાકે સંપન્‍ન થયેલ.પાલખીયાત્રામાં ભાવિકો મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

આજીવન અનશન આરાધક શ્રી મહિપતભાઇની ગુણાનુવાદ સભા આજે તા. ૭ને શનિવારના રોજ બપોરે ૩ કલાકે શ્રી ઋષભાનના જૈન ઉપાશ્રયમાં પરમ પૂજ્‍ય ગુરૂભગવંત બા.બ્ર. શ્રી રાજેશમુનિજી મહારાજસાહેબ આદિ ભગવંતની શુભ નિશ્રામાં યોજાઇ હતી.

(2:45 PM IST)