<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

દિપકભાઇ શેઠની ૧૬ ઉપવાસની તપસ્‍યા

રાજકોટ,તા. ૭: સંસારમાં રહી સાધ્‍વીજી જેવું જીવન જીવ્‍યા.  સ્‍વ માટે નહિ પરંતુ પર માટે  અને સાધુ સાધ્‍વીજી ની વૈયાવચ વગેરે માટે જેમણે સમગ્ર જીવન સમર્પિત કર્યું એવા સદર ઉપાશ્રય તથા શેઠ ઉપાશ્રયનાં તપસ્‍વીરત્‍ના ધર્મવત્‍સલા શ્રીમતી વિલાસબેન નટુભાઈ શેઠ નાં સુપુત્ર દીપકભાઈ શેઠ દ્વારા ૭૧ વર્ષની ઉંમરે ૧૬ ઉપવાસની તપヘર્યા કરી રહ્યા છે. ડબલ ડિપ્‍લોમા કરનાર શાંત સ્‍વભાવના જૈન અગ્રણી દીપકભાઇ મેટોડા જી.આઇ.ડી.સી.મા કેન કેન ઇન્‍ડસ્‍ટ્રીઝ ધરાવે છે. જેઓ ખરા અર્થમાં સ્‍કિલ્‍ડ એન્‍જીનીયર છે. જેમનું આખુ પરિવાર પેઢીઓથી ધર્મ આરાધના, સાધાર્મિક ભકિત, સાધુ સાધ્‍વીની વૈયાવયમાં જોડાયેલું છે.  સદર ઉપશ્રાય અને શેઠ ઉપાશ્રયમાં વર્ષોથી સંકળાયેલા છે. તેમના ધર્મપત્‍ની કિરણબેન તથા પુત્ર મલય દ્વારા વખતોવખત તપાસ્‍યાં કરવામાં આવેલ છે.

દીપકભાઈ નટુભાઈ શેઠની આ ૧૬ ઉપવાસની તપસ્‍યા બદલ જૈન અગ્રણીઓ તેમજ મિત્ર વર્તુળ અને શેઠ પરિવાર દ્વારા મો. નંબર (૯૪૨૮૨ ૯૩૬૩૧, ૯૪૨૮૧ ૫૬૨૪૬) ઉપર અનુમોદના પાઠવવમાં આવી રહી છે.

(2:48 PM IST)