<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

નવલનગરમાં સુમીતા સોલંકીનો ગળાફાંસો ખાઇ આપઘાત

પરિવારજનો ઘેર આવતા પરિણિતાને લટકતી જોઇ દેકારો મચાવ્‍યોઃ કારણ અકળ

રાજકોટ, તા., ૭ :  મવડી મેઇન રોડ નવલનગરમાં રહેતી પરીણીતાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે. મળતી વિગત મુજબ નવલનગર શેરી નં. ૯ માં રહેતી સુમીતા આકાશભાઇ સોલંકી (ઉ.વ.૩૦) એ ગઇકાલે પોતાના ઘરે લોખંડના એંગલમાં સાડી બાંધી ગળફાંસો ખાઇ લીધો હતો. પતિ ઘરે આવતા ઓરડીનો દરવાજો બંધ હોઇ, ખખડાવતા સુમીતાએ દરવાજો ન ખોલતા દરવાજો તોડતા અંદર જતા સુમીતાને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા પરીણીતાનું મૃત્‍યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા માલવીયાનગર પોલીસ મથકમાં પીએસઆઇ એસ.એ.સિંધી સહીતના સ્‍ટાફે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક સુમીતાના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેને સંતાનમાં એક પુત્રી છે. પતિ બકાલુ વેચે છે. પરીણીતાના માવત વિરપુર રહે છે. સુમીતાએ કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનુ઼ કારણ જાણવા પોલીેસે તપાસ હાથ ધરી છે.

(2:57 PM IST)