News of Saturday, 7th September 2024
ગણેશ મહોત્સવની સર્વેને શુભેચ્છા પાઠવતા રામભાઇ મોકરીયા

રાજકોટ તા. ૭: રાજયસભાના સંસદસભ્ય રામભાઇ મોકરીયાને ગણેશ ચર્તુથીના તહેવાર નિમિતે તમામ લોકોને શુભકામના પાઠવી છે. તેમણે જણાવ્યું છે કે ગણેશ ચતુર્થી ને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે ભગવાન શિવ અને દેવી પાર્વતીના હાથીના માથાવાળા પુત્રને શાણપણ અને સમૃદ્વિના સર્વોચ્ચ દેવ તરીકે જોવામાં આવે છે.
આ હિન્દુ તહેવાર સમગ્ર ભારતમાં અને ખાસ કરીને મહારાષ્ટ્ર સમુદાય દ્વારા ખૂબજ ઉત્સાહ અને ધાર્મિકતા સાથે ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીનો દિવસ એવો દિવસ છે કે ભગવાન ગણેશ ભકતો ઉપર કૃપા કરવા માટે પૃથ્વી પર આવે છે. હિન્દુ પોૈરાણિક કથાઓ અનુસાર ભગવાન ગણેશજી અવરોધોમાંથી મુકિત અપાવે છે. ભકતોની તમામ અવ્યવસ્થાઓને દૂર કરવાની હિંમત દુર કરે છે. અને લોકોના જીવનમાં સુખ, શાંતિ, સલામતી, સમૃદ્વિ ઐશ્વર્ય પ્રાપ્ત થાય તેવી ગણેશ-ચતુર્થીના દિવસે દરેક લોકોને રાજયસભાના સંસદસભ્ય રામભાઇ મોકરીયાએ શુભેચ્છા પાઠવી છે.
(3:03 PM IST)










