<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

અમીન માર્ગ પર કપડાના ધંધાના હિસાબ બાબતે ખ્‍યાતીબેન સુરેજાને ભાગીદાર ચીરાગે પાંચ સેકન્‍ડમાં આઠ લાફા માર્યા

૧૯ ઓગષ્‍ટે થયેલા ડખ્‍ખામાં ભાગીદાર મારતો સીસીટીવી ફુટેજમાં દેખાયોઃ અગાઉ સમાધાન થઇ જતાં ફરિયાદ નહોતી કરીઃ ગઇકાલે ફરી ધમકી આપતાં માલવીયાનગરમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૭: શહેરના અમીન માર્ગ પર આવેલી કપડાની દુકાન ચલાવતી યુવતિને તેના ભાગીદારે પૈસા મામલે ઝઘડો કરી ફડાકા મારી માથે જતાં મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે. સીસીટીવી ફૂટેજમાં ગુસ્‍સે થઇ આ શખ્‍સ પાંચેક સેકન્‍ડમાં જ એકધાર આઠ ધૂ઼બા ફડાકા મોઢા માથા પર મારતો દેખાય છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ અમીન માર્ગ પર બંસી પાર્ક સોસાયટીમાં રહેતા ખ્‍યાતીબેન જયંતીભાઇ સુરેજા (ઉ.વ.૪૪)ની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે ગાંધીગ્રામ કર્ણેશ્વર  કોમ્‍પ્‍લેક્ષ ફલેટ નં. ૩૦રમાં રહેતા ચિરાગ જગદીશભાઇ ચંદારાણા વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે.

ખ્‍યાતી બેને ફરીયાદમાં જણાવ્‍યું છે કે પોતે અમીન માર્ગ મેઇન રોડ પર વેલ્‍યુ ફેશન સ્‍ટુડીયો નામની દુકાન ધરાવી ચીરાગ જગદીશભાઇ ચંદારાણા સાથે છેલ્લા ત્રણ વર્ષથી ભાગીદારીમાં વેપાર કરે છે. ગત તા. ૧૯-૮-૨૪ના રોજ પોતે દુકાને હાજર હતાં ત્‍યારે આ ચીરાગે આવીને પોતાને કહેલ કે ‘તારે રૂા. બે લાખ આપવાના છે' જેથી પોતે તેને કહેલ કે ‘હું તમને ચેકથી પૈસા આપુ છું. આ સાંભળી ચીરાગે કહેલ કે ‘મારે ચેકથી પૈસા નથી જોતા તુ મને અત્‍યારે જ કેશ પૈસા આપ' બાદ પોતે તેને પૈસા આપ્‍યા નહી જેથી ચીરાગ એકદમ ગુસ્‍સે થઇ પોતાને ગાળો આપતા પોતે તેને ગાળો દેવાની ના પાડતા  તેણે પોતાને ચફડાકા મારી દીધા હતા બાદ તે જાતો રહ્યો હતો. થોડીવાર બાદ પોત, ચીરાગ તથા પોતાના ધર્મના ભાઇ ગોપાલભાઇ દેવાણી તથા કિશનભાઇ દેવાણી દુકાને હતાં. ત્‍યારે દુકાનના ખર્ચા બાબતે એકબીજા સાથે વાતચીત કરતા હતા ત્‍યારે આ ચીરાગે પોતાને ફરી વખત ત્રણ ચાર ફડાકા મારી દઇ કહેલ કે ‘તું મને પૈસા નહી આપે તો તને જાનથી મારી નાખીશ.' તેમ ધમકી આપી હતી.

આ બનાવ બાબતે ચિરાગના  મામા નિલેષભાઇ રાચ્‍છ, અમિતાબેન પ્રદીપભાઇ શર્મા (રહે. બંસી પાર્ક) બંને વચ્‍ચે પડી સમજાવતા સમાધાન થઇ જતા પોતે ફરીયાદ કરી ન હતી. ત્‍યાર બાદ આજથી બે દિવસ પહેલ તા. પના રોજ રાત્રે રૂા. ત્રણ લાખ રૂપિયા ચીરાગને કેશમાં ઘર માટે વાપરવા આપ્‍યા હતાં. આ પછી ગઇકાલે ૬ તારીખે સવારે ચીરાગ અને ખ્‍યાતીબેન દૂકાને હતાં ત્‍યારે ચિરાગે આ ચોપડામાં ભુલ છે કહેતા ખ્‍યાતીબેને આ ચોપડામાં ભુલ ન હોઇ, તે જાતે જ દુકાનમાં થતો તમામ ખર્ચો ચોપડામાં લખ્‍યો છે. આમ છતાં ચિરાગે આ વાત ન માની ઝઘડો કર્યો હતો અને બોલાચાલી બાદ ગાળો દઇ ધમકી દીધી હતી.

ફરીથી ફડાકા માર્યા હતાં. સીસીટીવી ફૂટેજમાં તે પાંચેક સેકન્‍ડમાં એકધારા આઠ ફડાકા ધૂંબા મારતો હોવાનું દેખાય છે. પોતાનું માનેલ નહી અને પોતાની સાથે બોલાચાલી કરી હતી. પોતાની સાથે દુકાનમાં થયેલા વેપાર બાબતે અવાર-નવાર પોતાના ઘરે અને દુકાને આવીને પોતાને હેરાન-પરેશાન કરતો હોઇ અને ગાળો આપતો હોઇ અને પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોઇ તેથી પોતે માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્‍સ. એ. વી. ચાવડાએ તપાસ હાથ ધરી છે.

(3:04 PM IST)